________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
પરંતુ વૈયાવચ્ચ દ્વારા જિનાજ્ઞાતિને સક્રિય રીતે સાધતા જવાય તો જ આપમતિ તૂટતી આવે, મનને એમ થાય કે મારી સ્વાર્થની આપમતિ ખોટી છે અને સેવા વૈયાવચ્ચની જિનાજ્ઞામતિ ખરી છે માટે જિનાજ્ઞાને અનુસરતો થાઉં એમ કરી વૈયાવચ્ચની જિનાજ્ઞા પાળવામાં મન લગાડતો જાય ત્યારે સ્વાર્થની આપમતિ તૂટતી આવે.
વૈયાવચ્ચ એ અહંવાદિ દુર્ગુણોનો હૃદય પરથી કબ્દો ઉઠાવી દેવાની મહાન સાધના છે ત્યારે અહંવાદિનો કબ્બો ઘટતો આવ્યા વિના વીતરાગતા તરફ પ્રયાણ કેવી રીતે કરી શકાય ?
માટે જ મહત્વ સંઘ તથા સાધુની સેવા ભક્તિ વૈયાવચ્ચનું છે. અલબત એ બિલકુલ નિસ્પૃહાભાવે થવી જોઈએ તો એનાથી આ મહત્વ, સ્વાર્થોધતા વિગેરે દુર્ગુણો વિગેરે તૂટતા આવે અને હૈયે ધર્મ ક્રિયાનો રસ આવે તથા દુનિયાદારીની લૂખાશ આવે. અનેક લાભોની ખાણ - સેવા વૈયાવચ્ચ :
આ પડતા કાળમાં આત્માને પાવન કરનાર અનેક સાધના માહેલી એક મહાન સાધના છે, સેવાવૈયાવચ્ચની કેમ કે એમાં જાતમાં નમ્રતા અને બીજા પ્રત્યે માનની દૃષ્ટિ ઊભી થાય છે. એટલે જ ભારતીય સંસ્કૃતિમાં સેવા વૈયાવચ્ચનું મહત્વ અનેરું છે. આપણને મળેલી અમૂલ્ય તન-મન-ધનની શક્તિઓ બીજે વેડફાય નહિ માટે સાધુસંતની, ઉપકારી માતા-પિતાની, વડીલોની, સાધર્મિકોની સેવાવૈયાવચ્ચ કરવાની, તે ખૂબ જ કરવાની, તેનાથી અહંત તૂટે. વિષયાંધતા મૂકાય, સ્વાર્થોધતા કપાય, આળસ મટી જાય, પરંતુ સેવા-વૈયાવચ્ચ કરવાની ઉપેક્ષા કરે ને સેવા કરવાની પરવા જ ન રાખે અને ત્યાગ-તપસ્યા બહુ કરે, સ્વાધ્યાય પણ કરે તો એમાં સ્વાર્થોધતા અને આળસનું પણ તૂટવું મુશ્કેલ છે. જેટલું સેવા વૈયાવચ્ચમાં તૂટે.
અજ્ઞાન દશાના કારણે એમ જીવ માને છે કે ત્યાગ કરું, તપસ્યા કરું, પ્રભુ ગુણગાન ગાઉં, જાપ કરું, વગેરેમાં તો મને લાભ થાય, પરંતુ બીજાની સેવા ચાકરી કરું એમાં મને શું મળે? આ માનવું મૂઢતા છે.
યોગ એટલે ભોગનો વિરોધી, ઇંદ્રિયો અને કાયાને મનગમતા આહાર, વિષયો અને આરામથી અમનચમન કરાવાય એ ભોગ છે. એની સામે એ ઇંદ્રિયો તથા કાયાને કષ્ટ આપીને એવા સ્થાને જોડાય કે જેથી પેલા અમન-ચમનિયાં સૂકાઈ જાય, તો એ યોગ સાધના થઈ. ઉપકારીની, ગુણિયલની અને ધર્મીની સેવા કરવા જતાં કાયાને કષ્ટ આપવું પડે છે. ઇન્દ્રિયોને એના મનગમતા વિષયોમાં જતી અટકાવવી જોઈએ છે. અને એમ કરી કોઈ સ્વાર્થ બુદ્ધિ ન રાખતા સેવાને (૧) એક પાયાનું ધર્મકર્તવ્ય માન્યું (૨) સ્વાર્થમાયાથી બાંધેલા પાપકર્મોને તોડનારી એક જબરદસ્ત આરાધના માની છે એટલે એ વૈયાવચ્ચ એક મહાન યોગ બની જાય છે માટે જ કહેવાય છે કે “સ્વાર્થની રમતથી