________________
તપશ્ચર્યા
(૬) સેવા કરવાથી ભાવના શુદ્ધ થાય છે. મનમાં પવિત્ર વિચાર આવે છે અને શરીરને કષ્ટ તથા સંયમની સાધના પણ થાય છે. આ કારણથી સેવા સ્વયં જ એક તપશ્ચર્યા છે. આનાથી કર્મની નિર્જરા થાય છે. કર્મની નિર્જરા થવાથી આત્માની વિશુદ્ધિ થાય છે. વિશુદ્ધ આત્માની ઉર્ધ્વગતિ થાય છે. મોક્ષપદને પણ પ્રાપ્ત કરી લે છે. એટલા માટે મોક્ષની પ્રાપ્તિ માટે સેવા કરવી જોઈએ.
વૈયાવૃત્યના પ્રકાર :
વૈયાવૃત્યના ઠાણાંગ સૂત્રમાં ૧૦ પ્રકાર બતાવ્યા છે.
दसविहे वेयावच्चे पण्णत्ते तंजहा ।
૧. આયિ વેત્તાવન્દ્રે - આચાર્યની સેવા
૨. વાય વેયાવન્દ્રે - ઉપાધ્યાયની સેવા
૩. થર વેયાવન્દ્રે - સ્થવિરની સેવા
૪. તવસ્તિ વૈયાવન્દ્રે - તપસ્વીની સેવા
૫. શિલાળ વેયાવજ્યે - રોગીની સેવા
૬. મેદ વેયાવન્દ્રે - નવદીક્ષિત મુનિની સેવા
૭. ત વેયાવન્દ્રે - કુલની સેવા । 3 |
૮. ૧૫ વેયાવન્દ્રે - ગણની સેવા । 1 | ८. संघ वेयावच्चे સંઘની સેવા । 2 |
-
૧૦. સાહમ્નિય વેયાન્વે
સાધર્મિકની સેવા 131
પ્રકરણ ૨
વૈયાવૃત્યની વિધિ :
-
વૈયાવૃત્ય – સેવા શબ્દ આમ તો નાનો છે. પરંતુ અર્થની દૃષ્ટિથી અથવા વિધિની દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો સેવા એક વિરાટ ધર્મ છે. એનો અર્થ ઘણો જ વ્યાપક છે. આની વિધિ ઘણી સૂક્ષ્મ છે. એટલા માટે તો કવિએ કહ્યું છે કે સેવાધર્મ: પરમ ગહનો યોગિનામપ્યામ્યઃ સેવા ધર્મ ખૂબ જ ગહન છે. એની ઝીણવટતાને યોગીઓ પણ સમજી શકતા નથી. સેવામાં સર્વ પ્રથમ આવશ્યક છે વિવેકનો. કઈ વ્યક્તિને, કયા સમયે કેવા પ્રકારની સેવાની જરૂરિયાત છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ એમ ન થાય કે સેવાની જરૂરિયાત એક હોય અને કરે બીજી.
૧૬૫