________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
સેવા કરતા સમયે મનમાં રોગીના પ્રત્યે ધૃણા કે ગ્લાની ન થવી જોઈએ. એટલા માટે શાસ્ત્રોમાં અગ્લાનભાવથી સેવા કરવાનો ઉપદેશ આપ્યો છે. રોગી પ્રત્યે ધૃણા કરવાથી તેને શાન્તિના સ્થાને, માનસિક અશાંતિ થશે.
પાપથી ઉભરાતા આજના પાર્થિવ જીવનમાં એવી એક નક્કર ધર્મઆરાધના કઈ કે જેનાથી આ લોકમાં અને પરલોકમાં અનુભૂત આત્મિક લાભો થાય ? જૈન શાસનમાં આવી સાધના તરીકે સંઘ સેવા, સાધુ સેવા અને વૈયાવચ્ચ સાધના બતાવી છે. કેમ કે જે વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે.
આ નાશવંત અને બિભત્સ હાડ-માંસ રુધિરભર્યા દેહે આટલું બધું ઊંચું અને ભગવાને કહેલું સંયમી મુનિઓની ભક્તિ વૈયાવચ્ચનું મહાન કર્તવ્ય કમાઈ લેવાનું ક્યાં મળે ? એ તો વૈયાવચ્ચ દ્વારા જ મળે. વૈયાવચ્ચની શુદ્ધ પ્રતિતિ, ભક્તિ, અનુષ્ઠાનની આરાધનાએ ભરતને ચક્રવર્તીના સુખસન્માન આપ્યા અને બાહુબલીને રાજવી સુખસન્માન આપ્યો અથાગ અચિંત્ય બળ આપ્યું.
વૈયાવચ્ચ કરવાથી વૈરાગ્યના સંસ્કારો દઢ બને છે. એ પૂર્વના સંસ્કારો નિમિત્ત મળતા જ જાગૃત થયા અને એ વૈયાવચ્ચ દ્વારા દઢ થયેલા વૈરાગ્યએ ભરતને અરિસાભવનમાં વીટી નીકળી જવાના નિમિત્ત પર વિતરાગી બનાવી દીધા તથા બાહુબલીને ભાઈનું માથું ફોડવા ઉપાડેલી મુઠ્ઠીના નિમિત્ત પર ત્યાં યુદ્ધ ભૂમિ પર જ મહાવિરાગી સાધુ બનાવ્યા.
વૈયાવચ્ચ એ મહાન સાધના ગુણ છે. શાસ્ત્ર અને અપ્રતિપાતિ ગુણ કહે છે. અપ્રતિપાતિ એટલે પ્રતિપાત ન થાય, નાશ ન થાય એવો ગુણ.
વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતિ છે એનું કારણ એ કે એમાં જે બીજાની સેવા કરવાનું થાય છે ત્યાં નમ્રતા આવે છે. અહંત તૂટે છે, અને કરી છૂટવાનું મન થાય છે. સ્વાર્થોધતા તૂટે છે. જે સાધનામાં અહત્વ અને સ્વાર્થ રસિકતા તૂટે, હાડકાં હરામ કરવાને બદલે બીજાની સેવામાં કામે લગાડાય એ ગુણ આત્માની સાથે ગાઢ જોડનારો ગુણ બને છે. જેને પ્રતિપાત ન થાય પતન ન થાય એવો ગુણ. માટે એ અપ્રતિપાતિ ગુણ છે. વૈયાવચ્ચ કરવાના લાભ :
અહત્વ-આપમતિ-સ્વાર્થોધતા વગેરે અશુભ ભાવોને કરાવનારા મોહનીય કર્મ છે એને તોડવા વૈયાવચ્ચ એક મહાન સાધના છે. એમાં એકરૂપ રહેવાથી એ કર્મ તૂટવા સાથે, કર્મના કારણભૂત અહત્વ વગેરે અશુભ ભાવો નામશેષ થતા જાય છે. સ્વાર્થોધતા ખરાબ છે. એવી માત્ર જપમાળા ગણવાથી કાંઈ એ દુર્ગણ જાય નહિ. એ તો વૈયાવચ્ચની પ્રવૃત્તિ ચાલુ રાખીએ તો જ એ સક્રિય પ્રયોગથી જ સ્વાર્થોધતા કપાતી આવે અને એનાથી આપમતિ તૂટે. આપમતિ પણ માત્ર ભાવનાથી જ તૂટે