________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
વધુમવે સવિય વતુ સટ્ટા ને વડું (ચંદ્રપ્રજ્ઞપ્તિ - ૬૯) અનેક ભવમાં કરેલા દૂષકર્મો સ્વાધ્યાય દ્વારા ક્ષણમાં ખપાવી શકાય છે. સ્વાધ્યાયનું ફળ બતાવતાં ભગવાન કહે છે કે સ્વાધ્યાય એક પ્રકારે જ્ઞાનની ઉપાસના છે.
સજ્જાળ નાખવ્યભિન્ન મં રઘવેડ્ડ. (ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૯/૧૮) સ્વાધ્યાય કરવાથી જ્ઞાન સંબંધી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થઈ જાય છે. સ્વાધ્યાય એક જાતનું તપ જ છે, એ બતાવતા કહે છે કે -
न वि अत्थि न वि अ होही सज्झाय सभं तवोकम्मं । સ્વાધ્યાય એક અભૂતપૂર્વ તપ છે. આની બરોબરીનું તપ ભૂતકાળમાં નથી બન્યું, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ, વૈદિક ગ્રંથોમાં કહ્યું છે કે –
નહિ સ્વાધ્યાય: I (તૈત્તિરીયો આરણ્યક ૨/૧૪) સ્વાધ્યાય સ્વયં એક તપ છે. આની સાધના – આરાધનામાં ક્યારેય પ્રમાદ કરવો જોઈએ નહિ.
સ્વાધ્યાયીન મા પ્રમાદ (તૈત્તિરીયોપનિષદ્ - ૧/૧૧/૧) સ્વાધ્યાય કરવાથી મન નિર્મળ અને પારદર્શી બની જાય છે. જેના કારણે શાસ્ત્રના રહસ્યો સમજતા વાર નથી લાગતી. આચાર્ય પતંજલિ કહે છે કે -
સ્વાધ્યાયણિવતા સંપ્રયો: | (યોગદર્શન ૨/૪૪) સ્વાધ્યાયથી ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય છે. સ્વાધ્યાય :
સ્વ એટલે આત્મા અને અધ્યાય એટલે વિચાર કરવો. જે સાધક પોતાના આત્માનો હર ક્ષણ વિચાર કરે તે સ્વાધ્યાય છે. જેવી રીતે હું કોણ છું?” દેશવિરતિ અથવા સર્વવિરતિ વ્રત શા માટે લીધાં છે? લીધેલાં વ્રતોનું બરાબર પાલન કરું છું કે નહિ ઇત્યાદિ વિચાર કરવો તે સ્વાધ્યાય છે. એનાથી આત્મા પ્રતિક્ષણ જાગૃત રહે છે. પ્રતિક્રમણ, પ્રતિલેખન, સામાયિક આદિની આરાધનામાં પ્રમાદ કરતો નથી. આ તપનો આત્માની સાથે સીધો સંબંધ હોવાથી જાગૃત આત્મા જ અતિચારોથી બચી શકશે. લાગેલા પાપોનું ભાવ પ્રતિક્રમણ કરશે તથા આશાતનાઓથી બચવા માટે સમર્થ બનશે. કારણ કે પ્રત્યેક ક્રિયામાં જાગૃત રહેવું એ કર્મનિર્જરાનું મુખ્ય કારણ છે.
૧૭૩)