________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
વિયાવૃત્ય કરવાથી આત્મા તીર્થંકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કરે છે. આ છે વૈયાવૃત્યનું મહાન ફળ, જેના આયરણથી આત્મા વિશ્વના સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ કરી શકે છે. માટે જ કહ્યું છે કે “જે કરે સેવા એને મળે મેવા”. જે સેવા કરે છે એને બધું જ મળે છે. જિનદાસગણિ એ પણ કહ્યું
છે કે -
ગો રેવું પતંસિM | (આવશ્યક ચૂર્ણિ પૃ.૧૩૩) જે સેવા કરે છે. એની પ્રશંસા થાય છે. આ સંસારનો નિયમ છે.
વાર્થ ગૃહ્યો નઃ | (ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર ૧/૧/૬૦૮) જે કામ કરે છે. સેવા કરે છે. લોકો એને જ અપનાવે છે. ઠાણાંગસૂત્રમાં પણ કહ્યું છે કે –
ઉલ્લાસ પિતાપ વેવિશ્વેરબાપ બબ્બયબ મવડું ! (ઠાણાંગ સૂત્ર ૮) બિમાર વ્યક્તિની સેવા કરવા માટે અગ્લાનભાવે સદા તત્પર રહેવું જોઈએ.સેવાના પાંચ ઉદેશઃ
(૧) પ્રત્યેક સચેતન પ્રાણીમાં એક જાગૃત આત્મા છે તેનો અનુભવ કરે છે. સંવેદનશીલ છે એને સુખ-શાતા પ્રિય છે. જેવી રીતે મને સુખ પ્રિય છે એવી રીતે પ્રાણીમાત્રને સુખપ્રિય છે. જે પ્રાણીમાત્ર ને સુખશાતા આપે છે, સમાધિ પહોંચાડે છે. તે ખરેખર પોતાના આત્માને જ સુખશાતા તથા સમાધિ આપવાવાળો છે. ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે –
સમાહિRM i તમેય સમાદિ પડત્તમરૂ | (ભગવતી સૂત્ર ૭/૧) સમાધિ આપવાવાળો સમાધિને પ્રાપ્ત કરે છે.
(૨) પ્રાણીમાત્ર પ્રત્યે સમતાભાવ રાખો, એટલે કે પોતાના આત્મા સમાન બીજાને જોતા શીખો. પોતાના સુખદુઃખ સમાન બીજાના સુખદુઃખને સમજવાના છે. જેનાથી સર્વજીવો પ્રત્યે મૈત્રિ-મિત્રતાનો ભાવ આવશે મિત્તિ મેં સત્ર મૂકું !
(૩) બિમારીમાં કે મુશ્કેલીમાં માણસ ધર્મને, સત્કર્મને છોડી દે છે. પરંતુ એવા સમયે હાથ પકડવાવાળો મળી જાય તો એ મહાન ઉપકારી બની જાય છે. આ કારણે એવા સંકટના સમયે મનુષ્યની ધર્મ રક્ષા કરી શકે છે.
(૪) વ્યાવહારિક દ્રષ્ટિથી પણ સેવા એક કર્તવ્ય ભાવના છે. માણસ માણસનો પડોશી છે, મિત્ર છે, બન્યું છે. એક ભાઈ જ્યારે મુશ્કેલીમાં હોય, અસહાય હોય ત્યારે બીજા ભાઈએ તેનું દુઃખ દૂર કરવું જોઈએ. તેને સહાયક બનવું એ ભાઈનું કર્તવ્ય છે. માનવતા છે.
૧૬)