________________
તપશ્ચર્યા
(૧) જ્ઞાન વિનય (૨) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મનવિનય (૫) વચન વિનય (૬) કાય વિનય (૭) લોકોપચાર વિનય
વિનયનો પ્રભાવ :
પ્રાચીન આચાર્ય વિનયનો જીવનવ્યાપી પ્રભાવ બતાવતા કહે છે કે
विणण णरो गंधेण चंदणं सोमयाइ रयणियरो ।
महुररसेण अमयं जणापित्तं लहर भुवणे ॥
પ્રકરણ ==
(ધર્મરત્ન પ્રકરણ - ૧)
જેવી રીતે સુગન્ધના કારણે ચંદનની મહિમા છે. સૌમ્યતાના કારણે ચંદ્રમાંનું ગૌરવ છે. મધુરતા માટે અમૃત જગત્ પ્રિય છે તેવી જ રીતે વિનયના કારણે જ મનુષ્ય સમસ્ત જગતમાં પ્રિય તથા આદરપાત્ર બને છે.
આ દૃષ્ટિથી વિનય તપ-જીવનમાં ઉભય લોકમાં લાભકારી છે. વિનય લોકપ્રિયતા તથા આદરપાત્ર વધારનારો છે અને આત્મા સરલ, શુદ્ધ અને નિર્મલ બને છે.
વૈયાવચ્ચ ઃ
આનો સીધો સાદો અર્થ સેવા થાય છે, પરંતુ હાથ-પગ દબાવવાની સેવા તો બધા જ કરી શકે છે. અહીં આ અર્થ ગૌણ છે.
સાધક પોતાની કુશળ પ્રવૃત્તિ દ્વારા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, અભ્યાસી મુનિ, ગ્લાનમુનિ, ચતુર્વિધ સંઘ તથા પ્રતિષ્ઠિત મુનિને આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, પાટલા, આસન, આદિ ઉપકરણ આપીને તેમના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધનામાં સહયોગ આપે તેને વૈયાવચ્ચ તપ કહેવાય છે તથા કોઈ સમયે એમના પર આપત્તિ, ઉપસર્ગ અથવા બીજાના દ્વારા અપમાનિત કરવા આદિના પ્રસંગો આવે ત્યારે પોતાની સંપૂર્ણ શક્તિથી તેમને ભયમુક્ત કરે તે ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ તપ છે. કારણ કે આચાર્યાદિ મન-વચન-કાયાના ઉપસર્ગથી રહિત થશે તો સંઘનું સંચાલન સારી રીતે કરી શકશે. ઉપાધ્યાયજી પણ સારી રીતે મુનિઓને ભણાવી શકશે. નવા મુનિ ભણવામાં મસ્ત બનશે. ગ્લાનમુનિ આર્તધ્યાન રહિત થશે અને પ્રવૃત્તિશીલ મુનિને સારી પ્રવૃત્તિ કરવામાં સમય વધારે મળશે. એટલા માટે સેવાને આભ્યન્તર તપ કહ્યો છે.
આ પ્રકારે દેશ તથા સમાજના ગરીબ, અપંગ, રોગી ગ્લાન સ્ત્રી-પુરૂષોની સેવાસુશ્રુષા પણ એના અન્તર્ગત આવી જાય છે. જીવ માત્રની સેવા કરવી એ જ એનું ધ્યેય છે. ભગવાન મહાવીર સ્વામીનું પણ કહેવું છે કે માનવસેવા એ જ શ્રેષ્ઠ સેવા છે.
૧૬૨