________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
ત્યારે થોડા આહારથી સંતોષ માનવો તે ઉણોદરી તપ છે.
અનશનમાં સર્વ ત્યાગ આવે છે. જ્યારે ઉણોદરીમાં તો જેટલી ભૂખ હોય તેના કરતાં ઓછું વાપરવું. ન ખાવું એ સહેલું છે જ્યારે ભાણે બેસી ભૂખ્યા રહેવું એ સૌથી અઘરું છે.
ઘણાં કહેતા હોય કે ૩ ઉપવાસના ૪ ઉપવાસ કરી શકાય. આઠના નવ ઉપવાસ પણ કરી શકાય અને માસખમણ કરવું હોય તો થઈ જાય, પણ ભાણે બેઠા પછી ભૂખ્યા રહેવું, ઓછું ખાવું ન ચાલે. પારણામાં ઉણોદરી ન ચાલે પેટ ભરીને જમવા જોઈએ.
જેની જેટલી ભૂખ તેના કરતાં ૧-૨-૩-૪-૫ કોળીયા ઓછા ખાવા તેમાં પણ એક દાણાથી ભોજન કરવું ‘ખાધું’ કહેવડાવવું છતાં ન ખાવું એ પણ શ્રેષ્ઠ તપ છે.
શાસ્ત્રમાં પુરૂષો માટે બત્રીશ કોળીયા અને સ્ત્રીઓ માટે અઠ્યાવીસ કોળીયાનો આહાર કહ્યો છે. તેના કરતાં ઓછા કોળીયા ખાવા તે ‘ઉણોદરી તપ’.
અહીં કોળીયાની સંખ્યા બતાવી છે તે એક દિવસની છે.
જેટલો ખોરાક મોંમાં મૂક્યા પછી મોંઢાનો દેખાવ વિકૃત ન બને તેટલો ખોરાક એકવાર મોંમાં મૂકવો તે એક કોળીયો કહેવાય.
આહારની ઉણોદરી કરવાની છે તેમ પાણીની ઉણોદરી કરવાની છે. સામે પાણી પડ્યું હોય, તરસ લાગી હોય છતાં પણ સમજપૂર્વક થોડો સમય પાણી ન પીવો તો તે અણશણ અને બે ગ્લાસ જોઈએ છતાં એક ગ્લાસથી સંતોષ માનવો તે ઉણોદરી.
આહાર-પાણીની ઉણોદરી છે.ક તેમ ક્રોધાદિ કષાયોની પણ ઉણોદરી ‘આચાર પ્રદીપ’માં બતાવેલી છે. માવત ૩ળોરિા ોધાવિત્યાઃ એનો સમાવેશ ભાવ ઉણોદરીમાં થાય છે. ક્રોધ વગેરે કષાયોની જેમ ઉણોદરી કરવાની તેમ પરિગ્રહની પણ ઉણોદરી કરવાની છે.
પરિહાદિનો સર્વાંશે ત્યાગ અનશનમાં આવે અને પરિગ્રહની અલ્પતા ઓછા પરિગ્રહમાં સંતોષ માનવો તેનો ઉણોદરી તપમાં સમાવેશ થાય છે.
અનશન તપ હંમેશાં શક્ય ન બને, જ્યારે ઉણોદરી તપ તો હંમેશાં શક્ય બની શકે. સંતોષ ગુણ આવ્યા વિના ઉણોદરી તપ શક્ય નથી.
ઉણોદરીના લાભ ઃ
જેટલી ભૂખ હોય એનાથી ઓછું ખાવાથી શરીરની ક્રિયા અથવા શ્વોસાડ્વાસમાં ગડબડ નિહ થાય. માણસ રોગરહિત રહી શકશે, વધારે ખાઈને રોગવાળા બનેલા શરીરમાં રોગના જંતુઓ ઉત્પન્ન
૧૧૯