________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ગુરુજનોને - પરમાત્માના ગુણોને યાદ કરીને નમવું - ગુરુભગવન્તોને નમવું - સાધર્મિકોને નમવું - ઉપકારીને નમવું
આ બધા વિનય તપ છે. - અરિહંતો પણ તીર્થને નમીને વિનય કરે છે. તે પણ વિનય તપ છે.
- સિદ્ધો આઠેય કર્મનું વિનય કરનારી સાધના દ્વારા જ અથવા તો વિનયપૂર્વક ધર્મની આરાધના દ્વારા જ સિદ્ધ થયા છે.
આચાર્ય ભગવન્તો પાંચેય આચારોનો શ્રેષ્ઠ વિનય કરનારા હોય છે. ઉપાધ્યાય ભગવન્તો સાક્ષાત વિનયની મૂર્તિ જ હોય છે. સાધુ ભગવન્તોનો સમગ્ર શ્રમણાચાર વિનયરૂપ હોય છે.
આ રીતે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવન્તો વિનયથી સંપન્ન હોય છે. વિનય વિના એ પદોની પ્રાપ્તિ પણ અસંભવ છે. જેમ પંચ પરમેષ્ઠિ વિનયયુક્ત છે તેમ સમ્યગદર્શનના આચારોમાં ય વિનય આવે છે. સમ્યગજ્ઞાનમાં પણ વિનય જરૂરી છે. સમગ્મચારિત્ર તો વિનયાચાર રૂપ જ છે અને સમ્યફ તપમાં પણ વિનય જોવા મળે છે. સાધના જીવનનો પાયો જ વિનય છે. સર્વ સાધનાનું મૂળ વિનય છે માટે જ, કહ્યું છે કે, “વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમક્તિ પાવે રે સમક્તિ વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે..” કહીને વિનયની ગરિમા વર્ણવી છે. લોકમાં પણ કહેવાય છે કે “નમે તે સૌને ગમે' આપણે ત્યાં એમાંય વિવેક છે. જ્યાં ત્યાં જેને તેને નમવું એ વિનય નથી. આ મસ્તક એ ઉત્તમાંગ છે અને જ્યાં ત્યાં જેને તેને ન જ નમે અને સુયોગ્ય ને નમ્યા વિના પણ ન રહે, તેનું નામ જ વિનય તપ.
વિનયનો સંબંધ હૃદય સાથે છે. જેનું હૃદય સરળ અને કોમળ હોય છે, એ જ ગુરુજનનો વિનય કરી શકે છે. વિનયથી અહંકારનો નાશ થાય છે. અહંકાર પત્થર જેવો છે. પત્થર તૂટી જાય પણ વળતો નથી. અહંકારી પણ તૂટી જાય પણ નમતો નથી. જ્યારે વિનય સોના જેવો છે. સોનાને જેમ