________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
વાળો તેમ વળે. વિનયી આત્મા પણ નમ્ર હોય છે. માટે જ પત્થરની કિંમત નથી જ્યારે સોનાની કિંમત અધિક છે. વિનય તપ શા માટે ?
વિનય તો એક સદ્ગુણ છે. તપમાં તો શરીર તથા મનને તપાવવું પડે છે. સાધના કરવી પડે છે. પરંતુ વિનયમાં તો આવી કોઈ જ વાત દેખાતી નથી. આનો જવાબ એ છે કે વિનય એ મનોનુશાસન છે. એટલે કે આત્માનું શાસન છે. આત્મસંયમના અભ્યાસ વિના વિનયની આરાધના થઈ શક્તિ નથી. વિનય એક દુર્લભ આત્મિક ગુણ છે. જેની પ્રાપ્તિ માટે સંયમ અનુશાસન તથા સરળતાની સાધના કરવી પડે છે. આ દૃષ્ટિથી વિનયને તપમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને ધર્મનું મૂળ પણ વિનય છે.
धम्मस्स विणओ मूलं । વિનયના ત્રણ અર્થ :
(૧) વિનય - અનુશાસન (૨) વિનય - આત્મસંયમ - શીલ (સદાચાર) (૩) વિનય - નમ્રતા તથા સવ્યવહાર
અનુશાસન : ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયનું સ્વરૂપ બતાવ્યું છે. તે પ્રાયઃ અનુશાસનાત્મક છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
जं मे बुद्धाणुसासंति शीएण फरुसेण वा ।
मम लाभो त्ति पेहाए पयओ तं पडिसुणे । ગુરુજનોનું મૃદુ તથા કઠોર અનુશાસન મારા લાભ માટે જ છે. એટલા માટે મારે તેના ઉપર ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સાવધાની સાથે સાંભળવું જોઈએ. તેમની આજ્ઞા અને ઇચ્છાનું ધ્યાન રાખીને વર્તવું જોઈએ.
વિનયશીલ વ્યક્તિ પાપોથી, અસઆચરણોથી ડરે છે. લજ્જા કરે છે. વિનિતની પરિભાષા કરતા કહ્યું કે –
દિરિમં વિનંતી સુવિણ ત્તિ ઘુવંડું ! (ઉત્તરાધ્યયન સૂત્ર - ૧૧/૧૩) જે લજ્જાશક્તિ અને ઇન્દ્રિયોનું દમન કરવાવાળો હોય તેને જ સુવિનિત કહેવામાં આવે છે.