________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
-
(૮) મૂજ઼ારિત્તે - મૂલાઈ :
જ્યારે મોટા દોષોનું સેવન થઈ ગયું હોય ત્યારે તે દોષોની શુદ્ધિ માટે ચારિત્ર પર્યાયનો છેદ કરી ફરીથી નવી દીક્ષા આપવામાં આવે છે. મહાવ્રતોનું ફરીથી આરોપણ કરવામાં આવે છે. તેને મૂલાઈ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે.
(૯) : અળવuાહૈિ - અવસ્થાપ્યાર્હ :
મોટા દોષોની શુદ્ધિ માટે સાધુ સંઘથી અલગ થઈને ગૃહસ્થનો વેશ ધારણ કરવામાં આવે અને વિશેષ તપની આરાધના કરવામાં આવે. આ પ્રકારે બંને આચરણ કર્યા પછી ફરી નવી દીક્ષા લેવી પડે છે. આ વિધીથી જે પ્રાયશ્ચિત આપવામાં આવે છે. તેને અનવસ્થાપ્યાર્હ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. (૧૦) પારંધિયાદ્દેિ - પારાંચિકાર્હ :
જે મહાદોષની શુદ્ધિ પારાંચિક એટલે કે વેશ અને ક્ષેત્રનો ત્યાગ કરી મહાતપ કરવાથી શુદ્ધિ થાય છે. તેવું આચરણ કરવું તેને પારાંચિકાર્ડ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે.
વિનય તપ ઃ
“વિનવૃત્તિ પૂરીરોતિ અવિધમાંનીતિ: વિનય:' જે આઠ પ્રકારના કર્મોના બંધનોને હલકા કરે છે, દૂર કરે તેને વિનય કહે છે. આત્મામાં જાગૃતિ હોય, સ્વાર્થને ગુરુચરણમાં સમર્પિત કર્યો હોય, કષાયોને દબાવવાની શક્તિ પ્રાપ્ત કરી લીધી હોય તે જ સાધક ગુરુના ઉપકારને જાણી શકે છે અને ગુરુનો સેવક બનીને બહુમાનપૂર્વક વિનયનું પાલન કરી શકે છે. વિનયને ગરુડની ઉપમા આપવામાં આવી છે અને કર્મોને કાળોતર નાગની ઉપમા આપવામાં આવી છે. એટલા માટે જ્યાં વિનયધર્મનું પાલન થતું હશે ત્યાં કર્મોની શક્તિ લગભગ ખલાસ થઈ જશે. એવા વિનયનો શરીરની સાથે ભલે ને વ્યાવહારિક સંબંધ હોય તો પણ નિશ્ચયથી આત્મા સાથે જ સંબંધ છે. એટલા માટે ગુરુજનોનો વિનય કરવો તે તપ છે.
દૈનિક જીવનમાં પણ વિનયપૂર્વક વ્યવહાર કરવો જોઈએ એનાથી અહંનો નાશ થશે, નમ્રતારૂપી ગુણની પ્રાપ્તિ થશે. જીવન વ્યવહારમાં બધા કાર્યોમાં સફળતા અને યશ મળે છે.
૧૫૭
સંલીનતા તપ વગર તાત્ત્વિક આલોચના, પ્રાયશ્ચિત નથી થતું અને તાત્ત્વિક પ્રાયશ્ચિત વગર તાત્ત્વિક વિનય તપ નથી આવતો. જેટલાં પાપોનો નિખાલસતાથી ગુરુ સમક્ષ એકરાર કરો તેટલો વિનય ગુણ પ્રગટ થાય છે.
વિનય તપ માટે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોને પણ જીતવા પડે.