________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
* રોગ આવ્યો ઉપચાર નથી કરાવવા અને રોગને સમ્યક્ પ્રકારે સહન કરવો – એ કાયકલેશ
તપ. * ઠંડી આવી, નથી ઓઢવું - એ કાયકલેશ તપ. * મચ્છર શરીર પર બેઠાં, નથી ઉડાડવા - એ કાયકલેશ તા. * ગરમી લાગે પંખો નથી ચાલુ કરવો - એ કાયકલેશ તા.
એટલે સુધા, પિપાસા, ઠંડી, ગરમી, દંશ, અચલ, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ, આ બધા પરિષદો સહન કરવાથી પણ કાયકલેશ” નામનો તપ થઈ શકે છે.
લાચારીથી સહન નથી કરવાનું લાચારીથી તો ઘણું સહ્યું તે તપ નથી સ્વેચ્છાએ સહન કરો તે તપ ગણાય.
વિવિધ પ્રકારનાં ઉત્કૃષ્ટ આસનમાં ભાવના, ધ્યાન વગેરે કરાય. તેના દ્વારા તેમજ આતાપના વગેરે દ્વારા અને લોચ વગેરે કરીને પણ “કાયકલેશ તપ થઈ શકે છે.
પહેલા ચાર પ્રકારનાં તપ જીવનમાં આવી જાય તો તમારા ઘરમાં થતો કજીયો મોટે ભાગે બંધ જ થઈ જાય. કારણ કે કષ્ટ સહન કરવાનું ચાલુ કર્યું છે. નિમિત્ત જ રહે નહિ તો કજીયો રહે ક્યાં?
ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય તો કાયકલેશ તપ ગણાય ?
એ વખતે એમ વિચારે કે “હાશ ! કુદરતે સહન કરવાની તક આપી. એમ વિચારી આર્તધ્યાન ન કરે અને પૂરી પ્રસન્નતાપૂર્વક સહન કરે તો કાલકલેશ તપમાં ગણી શકાય, પરંતુ મનમાં હાયવોય થાય અને સહન કરવું પડે માટે કરે તો કાયકલેશ તપ ન કહેવાય. એવું કરવાથી તો આર્તધ્યાન કે સંકલ્પ-વિકલ્પ કરવાનું પાપ લાગે. કષ્ટ સહન કરવું પડે તે કાયકલેશ તપ નથી પણ કર્મક્ષયના હેતુથી સ્વેચ્છાપૂર્વક કષ્ટ સહન કરવામાં આવે તે કાયકલેશ તપ છે.
શરીર ઉપર મમત્વ રાખ્યા વિના કાયાને શરીરને કલેશ, કષ્ટ આપી મન ઉપર વિજય મેળવવો તે કાયકલેશ. લોચનો ઉગ્ર પરિસહ કહ્યો છે તે સહન કરવો, કાઉસગ્નમાં સ્થિરતા પ્રાપ્ત કરવી, જુદા જુદા આસનથી શરીરને કસવું અને પ્રાણને નિયમમાં લાવવો વગેરે અનેક જુદી જુદી રીતે કાયાને કસીને મન મજબૂત કરવું તે કાયકલેશ.
સંલીનતા તપ :
આત્યંતર તપનું પ્રવેશદ્વાર સંલીનતા તપ છે. કાયકલેશ તપ જેને અનુકૂળ આવી જાય તેને માટે સંલીનતા તપ સરળ બની જાય.