________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
આ શરીર અન્ય છે. આત્મા પણ અન્ય છે. સાધક આ પ્રકારની તત્ત્વબુદ્ધિ દ્વારા દુઃખ તથા ક્લેશ આપવાવાળી શરીરની મમતાનો ત્યાગ કરે. શરીરનો નાશ છે. આત્માનો નહિ. આ જ વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે કે –
નલ્થિ નીવર્સી નાસુર ! (ઉત્તરાધ્યયન સૂત્ર - ૨/૨૭) જીવનો નાશ ક્યારેય પણ થતો નથી. આત્માનું જ્ઞાન-દર્શનમય ચિન્યસમ છે. તેને ક્યારેય પણ કોઈ શક્તિ નાશ નથી કરી શક્તિ.
વોશિરે ત્રણ કાર્ય સેહે પરીષહ I (આચારાંગ સૂત્ર – ૧/૮/૮/૨૧) જે પરીષહ છે, કષ્ટ છે તે મારામાં નથી. શરીરમાં છે. આ શરીર મારું નથી. આ પ્રકારે વિચાર કરી શરીરની મમતા શરીર પ્રત્યેનારાગ ભાવ ને છોડી દેવા જોઈએ. જેના કારણે દેહાસક્તિ, દેહાધ્યાસ અલ્પ થતો જાય છે. માટે જ શ્રીજી એ પણ કહ્યું છે કે “દેહ છતાં જેની દશા વરતે દેહાતીત” /પા શરીર હોવા છતાં પણ દેહાતીત થવાની કળા આ આત્મવાદથી જ શીખવા મળી છે.
કાયક્લેશ તપનું વ્યવહારિક જીવનમાં પણ ઘણું મહત્ત્વ છે. મનુષ્યને કોઈ પણ મહાન કાર્ય સિદ્ધ કરવા માટે કષ્ટ તો ઉઠાવવું જ પડે છે. અને શુભકાર્યમાં વિઘ્નો પણ આવે છે. “યસિ વહુવિખનિ આ વિઘ્નોની નદી પાર કરવા માટે સાહસ અને સહિષ્ણુતારૂપ નાવની આવશ્યકતા હોય છે. આત્મબળ અને મનોબળની જરૂરિયાત હોય છે. સુકમારતા અને કોમળતાથી સાધના ક્યારેય પણ થતી નથી માટે એક આચાર્યે કહ્યું છે કે –
મમ્મમ | પરશુર્મવ ! આખસિદ્ધિ જ્યારે ઉપસર્ગ કે પરીષહ આવે છે ત્યારે અમે પત્થર જેવા બની જાઓ. જ્યારે ભય અને આશંકાની બેડી તમારા પગમાં બંધાવા લાગે તો કુહાડી બની ને તોડી દો. ત્યારે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. પરંતુ સાધનાના પંથ પર આગળ વધવું હોય તો સુકુમારતાને છોડવી પડશે અને કઠોરપણું અપનાવવું પડશે. માટે જ કહ્યું છે કે સુકુમારતનો ત્યાગ કરી શરીરને આતાપનાથી તપાઓ. કષ્ટસહિષ્ણુ બનો. જેનાથી સહિષ્ણુતાનો અભ્યાસ કાયક્લેશથી વધે છે. કાયક્લેશથી તિતિક્ષાનો ભાવ પ્રખર બને છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
માયાવદિ જય સોમર્ઝા (દશવૈકાલિક સૂત્ર ૨/૫) તિતિક્ષા સાધકનો પરમ ધર્મ છે. સાધક થઈને તિતિક્ષુ નથી. સહિષ્ણુ નથી, કચ્છમાં પૈર્ય નથી રાખા તે સાધના કરી શકતા નથી માટે તપનું મૂળ છે. ધીરજ આ માટે નિશીથ સૂત્રમાં પણ કહ્યું છે કે
तवस्स मूलं धिति ।