________________
તપશ્ચર્યા
વૈદિક ગ્રંથોમાં કહ્યું છે કે -
-
मनसा हि सर्वान्, कामान् ध्यायति ।
वाचा हि सर्वान् कामान् ददति ।
સમાધિની પ્રાપ્તિ બતાવવામાં આવી છે. તેથી પહેલા મનનું શુદ્ધિકરણ અને પછી સ્થિરીકરણ કરવામાં
આવે છે.
વચનયોગ પ્રતિસંલીનતા :
મનશુદ્ધ તો વચન શુદ્ધ.
વચનયોગ પ્રતિસંલીનતાના પણ ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે.
(૧) અકુશલ વચનનો વિરોધ
(૨) કુશલ વચન બોલવું
(૩) વચનનો એકત્રીભાવ એટલે કે મોનનું આલંબન
મનની જેમ વચન પણ એક અદ્ભુત શક્તિ છે. આ બંનેનો પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. મન જો રાજા છે તો વાણી તેનો દૂત છે. મન જો ધ્વજા છે તો વાણી તેનો દંડ છે.
પ્રકરણ ૨
मन एव पूर्व रुपं वागुत्तररुपम् ।
મન પૂર્વ રૂપ છે. વાણી ઉત્તર રૂપ છે. સત્યની પરિભાષા :
-
(ઐતરેય આરણ્યક ૧/૩/૨)
પહેલા મનથી સારા પદાર્થોનું ધ્યાન કરવામાં આવે છે. પછી વાણી તે ધ્યાન તથા સંકલ્પને બહા૨માં વ્યક્ત કરે છે. પહેલા માણસ વિચારે છે. પછી વાણી દ્વારા પ્રગટ કરે છે. બોલે છે.
(શાંખ્યાયન આરણ્યક ૭/૨)
મનમાં જે વાત હશે તે વાણી દ્વારા પ્રગટ થશે.
આચાર્ય પતંજલિએ સત્યની પરિભાષા બતાવતા કહ્યું કે
સત્યં યથાર્થે વાર્ મનસે યથાળું યથાનુમિતં યથા શ્રુતં તથા વાડ્મનશ્રુતિ । (પાતાંજલ યોગદર્શન સાધના પદ ૩ ભાષ્ય)
૧૪૭
જેવું જોયું હોય, સાંભળ્યું હોય, તે બીજાને કહેતા વખતે મન વચનનો તેવો જ પ્રયોગ કરવો સત્ય છે.