________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
જીભનો ધર્મ ખારૂં, ખાટું, તીખું, કડવું વગેરે જાણવાનો છે. માછલાં જીભના રસાસ્વાદને વશ થઈ જાળમાં ફસાઈ પ્રાણ ગુમાવે છે માટે રસાસ્વાદમાં મગ્ન થવું નહિ.
૨
સ્પર્શેન્દ્રિયનો ધર્મ હલકું ભારે, લુખ્ખું, સ્નિગ્ધ, ઠંડું ગરમ, સુંવાળું કર્કશ વગેરે જાણવાનો છે. સ્પર્શેન્દ્રિયને વશે થયેલા હાથી કાગળની બનાવટી હાથણી પાછળ ઘેલા થઈ ખાઈમાં પડી મરણ પામે છે. માટે શરીરનો નિગ્રહ કરી સ્પર્શ સુખની ઇચ્છા કરવી નહિ.
એવી રીતે એક એક ઇંદ્રિયને વશ થઈને તિર્યંચ પશુઓ પ્રાણ ગુમાવે છે. એનો વિચાર કરી એવી રીતે ઇંદ્રિયોમાં તે તે વિષયનો સંબંધ પ્રાપ્ત થતાં મનને વિકારી બનાવવું નહિ.
એક એક ઇંદ્રિય આખા શરીરનો નાશ કરાવ છે, જીભને મૃત્યુને શરણ બનાવે છે એટલું જ નહિ પણ જીવને ભવભ્રમણ કરાવે છે તો પછી સર્વ ઇંદ્રિયો છૂટી મૂકવાથી કેવો અનર્થ થાય તેનો ખ્યાલ સુજ્ઞ માણસ સહેલાઈથી કરી શકશે.
-
૨. કષાય સંલીનતા મન મર્કટ સમાન છે. તે ગમે ત્યાં કૂદકા મારે તેને શુભ વિચારણાથી વાળવું, કષાયોને રોકવા, કષાયોનો નિગ્રહ કરવો. ક્રોધનો તો ક્ષમાથી, માનનો વિનયથી, માયાનો સરળતાથી અને લોભનો સંતોષથી નિગ્રહ કરવો.
૩. યોગ સંલીનતા – ત્રણે યોગોને સંકોચવા, મન વચન કાયાના વ્યાપારોનો નિગ્રહ કરી. તેમને અશુભ માર્ગે જતા રોકવા અને શુભ માર્ગે પ્રવર્તાવવા.
૪. વિવિક્તચર્યા સંલીનતા ધાર્મિક ક્રિયામાં જગ્યાનો અભાવ હોય તો પણ ચલાવી લેવું.
એકદંર શરીરના વ્યાપારો બને તેટલા સંકોચવાનો મહાવરો પાડવો. કષ્ટ સહન કરી મનને કાબુમાં લેવાનો આ પણ એક ઉપાય છે.
૧૫૦
બાહ્યતપ ન કરે તો આહાર અને શરીરની વધુ ગુલામી પોષવામાં ચિત્ત નિઃસત્ય અને પુદગલપ્રેમી તથા દેહાધ્યાસી દેહમમતાળું બની જાય છે. જેના કારણે જ્ઞાનક્રિયાદિની સાધનાની વચ્ચે દેહાધ્યાસ ઉઠ્યા કરે ને તેનાથી સાધનામાં તન્મયતા આવવા જ ન દે.
જડ પુદગલની ગુલામીમાંથી મુક્તિ મેળવવા દ્વારા જ મન પળવારમાં, આત્માને આત્મિક સાધનામાં પ્રવેશ પામી શકે ને સ્થિર રહી શકે છે. ગજસુકુમાર, શાલીભદ્ર, ધન્નાજી, મેઘકુમાર વગેરે મૂર્ખ ન હતા, અક્કલહીન નહોતા કે એ સુકુમાર હોવા છતાં અને વૈભવ વિલાસમાં ઉછરેલા હતા છતા એમણે કઠોર બાહ્ય તપ આચર્યો. સાથે વિનય, સ્વાધ્યાય ધ્યાનાદિ આભ્યન્તર તપ પણ કર્યો જ.