________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
પ્રાયશ્ચિત :
અનુભવીઓ કહે છે કે જે જીવનમાં પોતાના કરેલા પાપો, અપરાધો, વૈર-વિરોધને યાદ નથી કરતા તે મનુષ્યો ક્યારેય પણ માનવતા પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી નથી બનતા અને માનવતા વગર આત્મ-કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? કારણ કે દીવાલ જ ન હોય તો ચિત્ર કેવી રીતે બની શકશે? મેલા અને ગંદા થઈ ગયેલા કપડાનો જૂનો રંગ દૂર કર્યા વિના નવો રંગ ચઢાવા માટે સંસારમાં કોઈપણ રંગ સફળ નહિ થાય. બસ એવી જ રીતે આત્માની ઉપર પાપોનો મેલ કાઢ્યા વિના આત્મા શુદ્ધ કેવી રીતે થશે? એટલા માટે આત્મ-કલ્યાણ કરવા માટે એક જ માર્ગ છે કે પોતાનાથી થયેલા પાપોને ગુરુની સમક્ષ પ્રગટ કર્યા પછી જ શુદ્ધ થશે. (૧) પ્રાયશ્ચિત તપ :
પોતાના દોષને ઓળખી શકે તે પ્રાયશ્ચિત કરી શકે. પોતાના દોષને ઓળખી કોણ શકે ? જે અંતર્મુખ થઈ શકે તે પોતાના દોષને ઓળખી શકે. અંતર્મુખ કોણ થઈ શકે ? ઈન્દ્રિયોને ગોપવી, કષાયોની સંલીનતા કરી જે મન-વચન અને કાયાને નિયંત્રણમાં રાખે તે જ અંતર્મુખ થઈ શકે.
આ રીતે ઇન્દ્રિયોને, કષાયોને અને મન-વચન-કાયાનાં યોગોને આ ત્રણેયને બરાબર નિયંત્રણમાં રાખવામાં આવે ત્યારે પોતાના સૂક્ષ્મતમ દોષો પણ દોષરૂપે ઓળખાય અને જે પોતાના સૂક્ષ્મતમ દોષોને બરાબર ઓળખી શકે અને એ સૂક્ષ્મતમ દોષો પણ જેને ખટકે તે જ સાચા અર્થમાં પ્રાયશ્ચિત કરી શકે
ગુરુની પાસે જવું તે પણ બાલ ભાવે જવું અને જીવનમાં નાના મોટા જે પણ પાપો થયા હોય તેનું તે જ ભાવે નિવેદન કરવું.
તે પાપો... * રાગથી થયા હોય કે દ્વેષથી થયા હોય. * ઇન્દ્રિયોને વશ થઈને થયા હોય કે કષાયને વશ થઈને થયા હોય. * કર્તવ્ય માનીને થયા હોય કે અકર્તવ્ય માનીને થયા હોય. * હોંશે હોંશે થયા હોય કે લાચારીથી થયા હોય. નક સ્વયં થયા હોય કે કોઈની પ્રેરણાથી થયા હોય. * જાહેરમાં થયા હોય કે ખાનગીમાં થયા હોય.
(૧૫)