________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
આત્યંતર :
આત્યંતર તપમાં પ્રથમ પ્રાયશ્ચિત આવે છે. અહીં પ્રાયશ્ચિત શબ્દનો વિચાર કરીએ તો પ્રાય શબ્દ એ પણ તપનો ઘાતક શબ્દ છે. અને તે આ શ્લોક પરથી વધારે દ્રઢ થશે.
प्रायो नाम तपः प्रोक्त, चित्तं निश्चलमुच्यते ।
तपो निश्चय संयुक्त प्रायश्चित्तमिति स्मृतम् विश्वक प्रथम मानव मुल्य परव शब्दावली का विश्वकोष પ્રાયઃ તપનું નામ છે. ચિત્ત એટલે નિશ્ચલતા અર્થાત નિશ્ચય પૂર્વક તપ કરવું તેનું નામ પ્રાયશ્ચિત કહેવાય છે. પ્રાયશ્ચિતની બીજી રીતે હારિતઋષિ વ્યુત્તપતિ કરે છે કે - પ્રયતત્વી પોક્તિમઝૂમ નારીયતીતિ પ્રાયશ્ચિતમ્ પ્રકર્ષે કરીને અશુભ એવા ચિત્તના દોષોનો નાશ કરે છે. તેનું નામ પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિતના નવ ભેદ માનવામાં આવે છે. * આત્યંતર તપના અભાવને લીધે – (૧) જો પ્રાયશ્ચિત તપ નહિ એટલે તો પછી પોતાના પાપકાર્ય છૂપા રાખે. ગુરુને કહીને
પ્રાયશ્ચિત લે નહિ, દિલની શરમ, અક્કડતા. “આટલા પાપમાં શું ?” એવી પાપ
પ્રત્યે નિર્ભીકતા અને બિનજુગુપ્સા એવું એવું ચાલુ રાખે. (૨) વિનયનો તપ નહિ એટલે ઉદ્ધતાઈ, વડીલોનો અનાદર કરતા રહેવાનો. (૩) વૈયાવચ્ચનો તપ નહિ એટલે સ્વાર્થ સાધુતા, ક્ષુદ્ર હૃદય, નિષ્ફર હૃદય, ગુણાનુરાગને
બદલે ઉપેક્ષા આવું આવું સેવ્ય જવાનો. (૪) સ્વાધ્યાયનો તપ નહિ તેથી જીવ પાપ પ્રવૃત્તિમાં જે સંસારની પળોજણમાં રચ્યોપચ્યો
રહેવાનો, નિંદા વિકથાદિ પ્રમાદમાં પડવાનો, દુર્ગાનનું ઘર, ઉંઘનો ઈજારદાર અને
કષાયનો મિત્ર થવાનો. (૫) શુભધ્યાન તપ નહિ એટલે મનમાં વિકલ્પોનો પાર નહિ, જડ પદાર્થોની ચિંતાનું માપ
નહિ, સામાન્ય વાતમાં પણ મહાઆરંભ, હિંસા, જૂઠ, અનીતિ વગેરેની વિચારસરણી ચાલુ. (૬) કાઉસગ્નને તપ નહિ એટલે કદાચ સ્વયં ધ્યાન ચિતવે તો કાયાની ચપળતા દૃષ્ટિની ચપળતા
અને કદાચ મનની પણ ચપળતા ચાલુ રહેવાની. આત્યંતર તપનું સ્વરૂપ
મા બાળકને બાથરૂમમાં જઈ નવડાવે, સુંદર કપડા પહેરાવે, પાવડર લગાડી તૈયાર કરે... પરંતુ બાજુ ધૂળમાં રમવા બેસી જાય છે ને બધુ મેલુ કરી નાખે છે. બસ મને પણ આવું જ છે જુદા જુદા સંયમયોગો