________________
તપશ્ચર્યા
આચાર્ય અમિતગતિએ પણ કહ્યું છે કે
કાય પ્રતિસંલીનતા :
કાય સંયમ :
કાય પ્રતિસંલીનતાનો અર્થ છે. કાયાનો સંયમ, હાથ, પગ, નાક, આંખ, કાન આદિ શરીરના પ્રત્યેક અંગનો સંયમ રાખવો તથા સેવા, ભક્તિ, પરોપકાર આદિ કાર્યોમાં રક્ત રહેવું તે કાય સંયમ છે.
પ્રકરણ ૨
-
वचोविग्रह - संकोचो द्रव्य पूज्य निगद्यते ।
तत्र मानस संकोचो भावपूजा पुरातनैः । શ્રાવકાચાર
વચન તથા શરીર નો સંકોચ (સંયમ) કરવો તે દ્રવ્ય પૂજા છે. તથા મનને સંકોચ કરવો તે ભાવપૂજા છે.
કાય સંકોચથી સંયમની સાધના તો સ્પષ્ટ છે જ. કારણ કે ઈન્દ્રિયોનો નિગ્રહ સંયમ છે. શરીરને સાત્ત્વિક દ્રષ્ટિથી કષ્ટ આપવું, તપાવવું એ તપ છે.
વિવિક્ત શયનાશયન પ્રતિસંલીનતા :
આ તપનો સંબંધ સાધકના આવાસ-નિવાસથી છે.
સંલીનતા : સંલીનતા એ અભ્યાસ થયો હોય તો મૌન રહેવાનું વધુ પસંદ કરે છે, જેથી પાપ પ્રવૃત્તિમાં પડે નહિ.
—
કૂર્મની(કાચબો) જેમ અગોપાંગ સંકોચીને સૂવું, બેસવું, ઇંદ્રિયોનો વ્યાપાર રૂધવો તે સંલીનતા. તેના ચાર પ્રકાર છે
૧. ઇંદ્રિયસંલીનતા — વિષયની વાસનાઓ રોકવી, ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, “જેમકે ઇંદ્રિયો પાંચ છે – કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિય.
કાનનો ધર્મ સાંભળવાનો છે. એના ફંદામાં ફસાઈને મૃગ પોતાની મેળે જ મરણ પામે છે. માટે કાનનો નિગ્રહ કરી રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દો સાંભળવા નહિ.
આંખનો ધર્મ રંગવાળા પદાર્થોને જોવાનો છે. એમાં ફસાઈને પતંગીઆ દીવામાં બળી મરે છે. માટે આંખનો નિગ્રહ કરી રૂપાળી વસ્તુને નિરખવી નહિ.
૧૪૯.
નાકનો ધર્મ સારી નરસી ગંધ લેવાનો છે. એના મોહથી ભમરા કમળમાં કેદ થઈ દુઃખી થાય છે. માટે નાકનો નિગ્રહ કરી સુગંધ લેવામાં આસક્ત થવું નહિ.