________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
* મારા કર્મો ખપી રહ્યા છે. આ રીતે ભોગવવું તે સંલીનતા છે. * કારણ વગર મારે નથી હાલવું, સ્થિર રહેવું છે. આ પણ સંલીનતા છે.
* લકવા, હાર્ટએટેક કે એવી કોઈપણ બિમારી આવે એ સમયે શાંતિથી સ્થિર રહેવું, સમતાભાવમાં રહેવાનો પ્રયત્ન કરવો તે સંલીનતા તપ છે. સંલીનતા એટલે શું?
સમ્યફ લીનતા =હલનચલન બંધ કરી દેવું. કાચબાની જેમ સંકોચાઈને રહેવું. ઇન્દ્રિયોને, કષાયોને, મન-વચન અને કાયાના યોગોને ગોપવીને રાખવા તે સંલીનતા કહેવાય છે.
કાનને કાબૂમાં રાખવા, આંખને કાબૂમાં રાખવી, નાકને કાબૂમાં રાખવા, જીભને કાબૂમાં રાખવી, સ્પર્શેન્દ્રિયને કાબૂમાં રાખવી. આ રીતે પાંચેય ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી તે ઇન્દ્રિયસલીનતા છે.
* ક્રોધને કાબૂમાં રાખવો, માનને, માયાને અને લોભને નિયંત્રણમાં રાખવો તે કષાય સંલીનતા
*
*
*
*
*
*
*
*
* મનનું હલન-ચલન બંધ. * વચનનું હલન-ચલન બંધ. * કાયાનું હલન-ચલન બંધ આ છે યોગસંલીનતા તપ. * ઇન્દ્રિયોને એના વિષયોમાં જવા ન દેવી આ પણ સંલીનતા. મક કષાયોને આધીન ન થવું આ પણ સંલીનતા તપ. * મનને એના વિષયમાં જવા ન દેવું આ પણ સંલીનતા તપ * આર્તધ્યાન, રૌદ્રધ્યાન ન કરવું તે પણ સંલીનતા તપ. * મન થયું જરા ફરી આવીએ, નથી જવું આ પણ સંલીનતા તપ. * કોઈ ઉપર ગુસ્સો થયો, બોલવાનું મન થયું નથી બોલવું ને બોલ્યા નહિ તે પણ સંલીનતા
તપ. * આજે પર્વતિથી છે, બજારમાં નથી જવું. આ પણ સંલીનતા તપ. * પરિગ્રહ ઘણો કર્યો, ઘણાં પાપ બાંધ્યા હવે પાપ જોઈએ નહિ માટે નક્કી કરો કે આટલાથી
વધારે પરિગ્રહ નહિ. આ સંલીનતા તપ. – ઇન્દ્રિયોને, – કષાયોને, – મન-વચન-કાયાના યોગોને કાબૂમાં રાખવા આ સંલીનતા તપ. ગમે ત્યાં હોઈએ છતાં તપ કરી શકીએ એવું આ તપ છે.
*
-૧૩)