________________
તપશ્ચર્યા
આત્માને અંતર્મુખી બનાવવાનો છે. આત્માની અંતર્મુખતાનો આ પ્રયત્ન જ તપની ભાષામાં પ્રતિસંલીનતા છે.
સ્વ-લીનતા, સંલીનતા :
પ્રતિસંલીનતા બાહ્ય તપનો અંતિમ તથા છઠ્ઠો ભેદ છે. એનો અર્થ છે આત્માના પ્રતિ બીજાના પરભાવમાં લીન આત્માને સ્વભાવમાં લીન બનાવવાની પ્રક્રિયા જ વાસ્તવમાં પ્રતિસંલીનતા છે. એટલા માટે સંલીનતા ને સ્વ-લીનતા પોતે પોતાનામાં લીન થવું. જે સ્વલીન હશે તે બાહ્ય પદાર્થોમાંથી પોતાની મેળે હટી જશે.
પ્રકરણ ર
भारंड पक्खी व चरेऽपमत्तो । (ઉત્તરાધ્યયન સૂત્ર - ૪)
ભારંડ પક્ષીની જેમ સાધક સદા અપ્રમત્ત બની સાવધાન રહે છે. પોતની કાયાને સંકેલવામાં હોંશિયાર હોય છે. બસ એવી જ રીતે ઇન્દ્રિયોને, કષાયોને મન વચન આદિ યોગોને બહારથી હટાવીને ભીતરમાં ગોપવવું એનું નામ છે–સંલીનતા. શાસ્ત્રમાં આને સંયમ પણ કહે છે. તૃપ્તિ પણ કહે છે. સંયમ એટલે સમ્યક્ પ્રકારે નિયંત્રણ કરવું એટલે કે નિગ્રહ કરવો. અને તૃપ્તિનો અર્થ છે. ઇન્દ્રિયોને ગોપવવી, વશમાં રાખવી, ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે કે –
कुम्मो इव गुतििदिया ।
કાચબાની જેમ ઇન્દ્રિયોને ગોપવી રાખવી. આ જ વાત ગીતાજીમાં પણ બતાવી છે.
यथा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियायेभ्य स्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
(ગીતા ૨/૫૮)
જેવી રીતે કાચબો પોતાના અંગોને છુપાવીને શાંત પડ્યો રહે છે તેવી જ રીતે સાધક પણ સાંસારિક વિષયોથી પોતાની ઇન્દ્રિયોને ચારેબાજુથી ગોપવી લે છે ત્યારે તેની પ્રજ્ઞાધર્મબુદ્ધિ સ્થિર થઈ જાય છે.
ભગવતીસૂત્ર તથા ઉવવાઇ સૂત્રમાં પણ કહ્યું છે કે..
कुमो इव गुत्तिदिए सव्वं गाय पडिसंलीणे चिट्ठइ । (ભગવતી સૂત્ર ૨૫/૭)
૧૪૧