________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
સંસારર્સ ૩ મૂર્વ મં તી વિ હૃતિ વ સાયા (આચારાંગ નિયુક્તિ - ૧૮૯) સંસારનું મૂળ કર્મ છે અને કર્મનું મૂળ કષાય છે. કષાય એ કસાઈ જેવા છે. કસાઈ જેમ પ્રાણીની કતલ કરે છે. તેમ કષાય પણ આત્મગુણોની સતત કતલ કરે છે અને ચારગતિરૂપ સંસારમાં ભટકાવે છે.
સિવંતિ મૂના પુમ હમવર્સ | (દશવૈકાલિક સૂક્ષ ૨૩-૧) પુનરભવરૂપ સંસારને કષાયો સિંચનનું કામ કરે છે.
વસાય પાળો પુરા ! (ઉત્તરાધ્યયન સૂત્ર ૨૩/૫૩) કષાય જીવનમાં સદ્ગુણરૂપી વિવેકરૂપી લતાને બાળી નાખવાવાળો અગ્નિ છે.
પિશાવી રૂવ રાધારછન્નતિ મુહુર્મુહુઃ | યોગશાસ્ત્ર પિશાચની જેમ ભૂત-પ્રેતની જેમ આ કષાય સર્વજીવોને વારંવાર છળી રહ્યાં છે. ભ્રમમાં નાખી રહ્યા છે. વિવેકને ભ્રષ્ટ બનાવી નાખે છે. આચાર્ય જિનભદ્રગણિએ પણ કષાયના કડવા પરિણામ બતાવતા કહ્યું છે કે...
जं अज्जियं चरित्तं देसुण्णाए वि पुव्व कोडीए ।
તે ઉપ સચિત્તો નાડુ નો મુદ્દત્તે || (નિશીથ ભાષ્ય ૨૭૯૩) દેશોનકોટી પૂર્વ સુધીની કઠોર સાધના દ્વારા જે શુધ્ધ ચારિત્ર પાળે છે તેનું મહાન ફળ અન્તમુહૂર્તમાં કષાય કરીને, નષ્ટ કરી નાખે છે. જેવી રીતે હજારમણ દૂધમાં ખટાશનું એક ટીપું પડી જાય તો ફાટી જતાં વાર નથી લાગતી. હજારોમણ ભોજન બનાવ્યું હોય અને એમાં એક ટીપુ ઝેરનું પડી જાય તો ખાનાખરાબી થતાં વાર નથી લાગતી. બસ એવી જ રીતે જીવનના અનંત-અનંત સદ્ગણોને કષાય નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે છે. આવા કષાયોને વિવેક દ્વારા દૂર કરી બચવાનો પ્રયત્ન કરીએ. યોગ પ્રતિસંલીનતા : યોગની પરિભાષા મન-વચન-કાયાના યોગોને સમ્યફ બનાવવા તે યોગ પ્રતિસલીનતા છે. મહર્ષિ પાતંજલિએ કહ્યું છે કે
યોગશ્ચિત્તવૃત્તિ નિરોધ: (પાતાંજલ યોગ દર્શન ૧-૨) ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહે છે. ગીતામાં કહ્યું છે કે –
સમવં યોગ ૩ષ્યતે | (ગીતા ર૪૮)
-૧૪)