________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
કાચબાની જેમ બધી ઇન્દ્રિયો તથા અંગોપાંગનું ગોપન કરીને રહે છે. આ સાધકનો ઇન્દ્રિય સંયમ, કાયયોગ તપ છે. પ્રતિસલીનતાના પ્રકાર : પ્રતિસલીનતાના ચાર પ્રકાર છે. पडिसंलीणया चउव्विहा पण्णत्ता तंजहा ।
इंदियपडिसंलीणया, कसायपडिसंलीणया
નો વિલંતીયા, વિવિત્તસયગાળવાયા ! (ભગવતી સૂત્ર) ઇન્દ્રિય પ્રતિસંલિનતા, કષાય-પ્રતિસંલીનતા, યોગ-પ્રતિ-સંલીનતા તથા વિવિત્તશયનાશન સેવવું. ઈન્દ્રિય પ્રતિસંલિનતા :
ઈન્દ્રિય પ્રતિસંલિનતાના પાંચ ભેદ છે. ઈન્દ્રિય શરીરની એક અદ્દભૂત શક્તિ છે. વિષયોને ગ્રહણ કરવાની એક અપૂર્વ શક્તિ છે. જેના અભાવમાં શરીર બધી જ રીતે નિરુપયોગી રહે છે.
ઈન્દ્રિયપ્રતિસલીનતા - બે રૂપ :
(૧) ઈન્દ્રિયોને વિષયોની તરફ દોડાવવી નહિ. (૨) સહજ રૂપથી જે વિષયો ઈન્દ્રિયો સાથે જોડાઈ ગયા છે તે વિષયોમાં રાગ-દ્વેષ રૂપ વિકલ્પ ન કરવો. ઈન્દ્રિયો પ્રત્યે આસક્ત ન બનો. આ માટે ગીતાજીમાં પણ કહ્યું છે કે –
અસક્તો દયાવરન્ + પરમાનોતિ પૂરુષ: | ગીતા અનાસક્ત ભાવથી કર્મ કરવાવાળો પરમપદને પ્રાપ્ત કરી લે છે. માટે ઈન્દ્રિયોમાં કયાંય ફસાવા જેવું નથી. થોડી પણ જગ્યા આપશું તો બધું જ પડાવી લેશે. આચાર્ય શ્રીએ પણ કહ્યું છે કે -
इंदिय धुत्ताणं आहो तिल तुस मित्तं पि देसु मा पसरं ।
બદ ત્નિો તો નીમો ગલ્થ વોરિસ કિલમો | (ઉપદેશ પ્રસાદ ભાગ પ/૧૪૨) ઈન્દ્રિય રૂ૫ ધૂને તલભાર પણ જગ્યા ન આપો. કારણ કે તલભર પણ જગ્યા મળશે તો મેરુ. પર્વત જેટલી બનાવી લેશે. અને ક્ષણભરને સમય આપશો તો કરોડ વર્ષ સુધી પીછો નહીં છોડે.