________________
તપશ્ચર્યા
આત્મા, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ અને શરીરને ખરાબ માર્ગથી બચાવવા માટે સંલીનતા તપની યોજના કરીને જિનશાસને માનવમાત્રની અભૂતપૂર્વ સેવા કરી છે. જેના કારણે જૈનશાસનની અજોડતાના દર્શન થાય છે. જિનશાસન સર્વોત્કૃષ્ટ છે અને જીવમાત્રને ઉત્થાનના માર્ગ પર લઈ જવામાં સંપૂર્ણ સમર્થ છે.
પ્રકરણ
મોટરને ઇચ્છિત સ્થાન પર લઈ જવી હોય તો તેનું હેન્ડલ હલાવવું પડે છે અથવા ચાવી ફેરવવી પડે છે. જેનાથી અંદરના પંખા ચાલુ થવાથી મશીન ગરમ થાય છે અને પોતાના માલિકને ઇચ્છિત સ્થાન પર પહોંચાડી દે છે. એવી જ રીતે બાહ્યતપ જે સંવરધર્મ છે તેની આરાધના ઘણા બધા નકામા મુક્ત કરવાવાળી હોવાથી અનાદિકાળથી સુકાઈ ગયેલી ચામડી જેવો કઠણ અને કઠોર પરિણામી બનેલો આત્મા મુલાયમ અને દયાળુ બની જશે. વગર લગામના ઘોડાની જેમ વારંવાર ઇન્દ્રિયોએ આપણને દાસ બનાવી દીધા છે. ત્યારે આપણો આત્મા સ્વાધીન બનીને સ્વતંત્ર બની જશે. મનની ચંચળતા મર્યાદિત બની જશે અને સમ્યક્ જ્ઞાનના પ્રકાશમાં આપણો આત્મા ઝગમગી ઊઠશે. આ કારણે જ સમ્યક્ જ્ઞાનપૂર્વક તપોધર્મની આરાધના જ શ્રેયસ્કર છે.
અનશન ઃ અનશનથી જિદ્દી ડાકણ જેવી આહારસંજ્ઞા શક્તિહીન થશે.
ઉણોદરી : ઉણોદરીથી આત્મા સ્વસ્થ થઈને રોગથી મુક્ત થશે.
વૃત્તિ સંક્ષેપ : વૃત્તિ સંક્ષેપથી અશુભ વૃત્તિઓ, સંકલ્પ-વિકલ્પ આદિ ઇચ્છાઓથી મુક્ત થવાથી આત્મા જીવનમુક્ત અવસ્થામાં પ્રવેશ કરશે.
રસત્યાગ : રસત્યાગથી આત્મા સંયમની મર્યાદામાં આવશે.
પ્રતિસંલીનતા તપ :
આચાર્ય કુકુન્દજીએ આત્માના વ્યવહારથી ત્રણ પ્રકાર બતાવ્યા છે.
તિપયારો સ્તે ગપ્પા પરમંતર બહિરો ટુ હેડળ । (મોક્ષપ્રભુત - ૬૫)
પરમાત્મા, અન્તરાત્મા અને બહિરાત્મા.
ઇન્દ્રિયો અને વિષયોમાં આસક્ત આત્મા બહિરાત્મા છે. તેનું કેન્દ્ર બાહ્ય પદાર્થ છે.
અંતરંગમાં આત્મ સંકલ્પ એટલે કે પોતાની અંદ૨માં લીન થવું અંતરમાં સ્થિર થવું તે અંતરાત્મ
છે. અંતરાત્માનું કેન્દ્ર જ્ઞાન, દર્શન રૂપ આત્મશક્તિ છે.
કર્મરૂપી મેલથી જે સર્વથા મુક્ત છે તે પરમાત્મા છે.
૧૪૦