________________
તપશ્ચર્યા
સહન કરવાની ટેવ પાડો. મગજ શાંત થાય પછી સંલીનતા આવે. હાથ-પગ લાંબા કરે, હાથપગ ટૂંકા કરે, સૂતાં પણ પડખાં ફેરવ્યા કરે, કારણ વગર ઊઠ-બેસ કર્યા કરે, લટાર મારવા નીકળે, નિષ્કારણ હાથ-પગ હલાવ્યા કરે તો સંલીનતા ક્યાં રહી ?
પ્રકરણ ૨
કાયકલેશ તપ કરતી વખતે કોઈપણ આસનમાં શાંતિથી લાંબો ટાઈમ બેસી શકાય તે માટે ‘યોગસંલીનતા’ નામનું સંલીનતા તપ છે.
સંલીનતા તપ દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારની છે. દ્રવ્ય સંલીનતામાં એકાંત શયન આસન પર રહેવું, ભાવ સંલીનતા ત્રણ પ્રકારની છે.
(૧) ઇન્દ્રિય સંલીનતા (૨) કષાય સંલીનતા (૩) યોગ સંલીનતા.
(૧) ઇન્દ્રિય સંલીનતા :
સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આ પાંચે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી તે ઇન્દ્રિય સંલીનતા તપ છે.
કાનને અનુકૂળ સ્વરો કાનમાં જતાં રોકવાં. આંખને ગમતાં રૂપો જોતાં આંખને રોકવી, નાકને સુગંધ તરફ ખેંચાતાં રોકવું, જીભને ભાવતા સ્વાદ માણતાં રોકવી અને ચામડીને અનુકૂળ સ્પર્શે ભોગવતાં અટકાવવી. આ બધું ઇન્દ્રિય સંલીનતા નામના તપમાં આવે.
(૨) કષાય સંલીનતા :
ક્રોધ, માન, માયા અને લોભને નિયંત્રણમાં રાખવા તે કષાય સંલીનતા. એ જ રીતે હાસ્ય, રતિ, અરસ્તુતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ આ નવ નો કષાયને નિયંત્રણમાં રાખવા તેને કષાય સંલીનતા તપ કહેવામાં આવે છે.
(૩) યોગસંલીનતા તપ :
કાયકલેશ તપ આવે એટલે મન કાબૂમાં આવે, વચન નિયંત્રણમાં આવે અને કાયા બરાબર નિયંત્રણમાં આવે, મન, વચન અને કાયા આ ત્રણે યોગને નિયંત્રણમાં રાખવા ક્યાંય પરાધીનતામાં જવા ન દેવાં તે યોગસંલીનતા તપ છે.
* આવેલા દુ:ખને હસતાં હસતાં ભોગવવું તે સંલીનતા છે.
* આવેલા દુ:ખોને શાંતિથી ભોગવવા તે સંલીનતા છે.
* આવેલા દુ:ખોને દુર્ધ્યાન વગર ભોગવવું તે પણ સંલીનતા છે.
૧૩૭.