________________
તપશ્ચર્યા
ધૈર્ય, સાહસ અને સહિષ્ણુતા એ તપની કડી છે.
કાયક્લેશના ભેદ :
પ્રકરણ
ઠાણાંગસૂત્રમાં કાયક્લેશનાં સાત પ્રકાર બતાવ્યા છે.
सत्तविहे कायकिलेसे पण्णत्ते तं जहा
ठाणाइए, डु डुयासणिए, पडिमठ्ठाइ, वीरसणिए, णेसजिज्जे दंडाइए, लगंडाई |५| કાયક્લેશ સાત પ્રકારના બતાવ્યા છે. (૧) કાયોત્સર્ગ કરવો (૨) ઉત્કૃટુક આસનથી ધ્યાન કરવું (૩) પ્રતિમાં ધારણ કરવી (૪) વીરાસન કરવું (૫) સ્વાધ્યાય આદિ માટે પલાઠીવાળીને બેસવું (૬) લંકાયત ઊભા રહેવું (૭) લાકડીની જેમ ઊભા રહી ધ્યાન કરવું. ઉવવાઈ સૂત્રમાં આજ ભેદોને વિસ્તારથી બતાવીને ચૌદ ભેદ કરવામાં આવ્યા છે.
-
આ ચાર પ્રકારનો તપ જે કરે તે જ સાચા અર્થમાં કાયકલેશ તપ કરી શકે. ધર્મક્રિયા કરવા માટે શાસ્ત્રમાં બનાવેલા વિવિધ આસનો અને મુદ્રાઓ કરવી જરૂરી છે. આસન અને મુદ્રા માટે કાયકલેશ તપ જરૂરી ગણાય. કાલકલેશ તપવાળો જ ધર્મક્રિયામાં આવતાં આસનો અને ધર્મક્રિયામાં આવતી મુદ્રાઓ બરાબર કરી શકે.
૨
જેનું શરીર હલકું હોય એ જ મુદ્રા કે આસન કરી શકે. જેણે દાબીને ખાધું હોય તેને જડતાસુસ્તી આવે. તેનાથી વંદનામાં બરાબર ન ઝુકાય. એ આવર્ત વગેરે સાચવી ન શકે. એ ગુરુના ચરણમાં મસ્તક ઝૂકાવી ન શકે. એને ક્રિયામાં સુસ્તી-પ્રમાદ-નિદ્રા-તંદ્રા-આળસ આવે.
* માથું દુ:ખે છે, બામ નથી લગાડવો - એ કાયકલેશ તપ.
* પગ દુઃખે છે, કોઈ પાસે પગચંપી નથી કરાવવી એ કાયકલેશ તપ.
જે વ્યક્તિએ ઉપરના ચાર તપને બરાબર જાળવ્યો હોય તેનું શરીર હલકું ફૂલ જેવું હોય અને જેનું શરીર હલકું ફૂલ જેવું હોય તે બધા આસન, મુદ્રાઓ હળવાશથી કરી શકે. ન જડતા આવે, ન ભાર લાગે, દરેક વિધિઓ બરાબર કરી શકાય, કાયોત્સર્ગ પણ સુખેસુખે બરાબર ઊભા રહી શકાય. બાવીસ પરિષહોમાંથી અમુકને બાદ કરી ઘણાખરા પરિષહોનો સમાવેશ કાયકલેશ તપમાં થઈ શકે છે.
૧૩૫
પરિષહમાં સ્વ-પરકૃત કષ્ટોને સહવાનું આવે જ્યારે કાયકલેશમાં એટલી વિશેષતા છે કે એમાં માત્ર સ્વકૃત કષ્ટ જ આવે. આ વાત પણ ‘આચાર પ્રદીપ'માં સ્પષ્ટ કરેલી છે.
* રોગ આવે મજેથી ભોગવવો - એ કાયકલેશ તપ.
=