________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
કાયક્લેશ તપ :
કાયક્લેશનો અર્થ છે શરીર ને કષ્ટ આપવું. કષ્ટ બે પ્રકારના છે. એક કુદરતી રીતે જ આવે. એટલે કે દેવતા, મનુષ્ય, તિર્યંચ આદિના ઉપસર્ગ આવવા.
ઉદીરણાઃ કષ્ટને સામેથી બોલાવવા. જેમ કઠોર આસનો કરવા, ધ્યાનમાં સ્થિર રહેવું, જંગલમાં કાયોત્સર્ગ કરવો વગેરે.
આમ સાધકના જીવનમાં બંને પ્રકારના કષ્ટ આવે છે. આ કષ્ટોને સહન કરવા માટે બે શબ્દ પ્રચલિત છે. પરીષહ અને કાયક્લેશ. આચાર્ય જિનદાસ ગણિ મહત્તરના અનુસાર પરિષહની પરિભાષા કરતાં કહે છે કે
__ "परीसहिज्जंते इति परीसहा, अहियासिज्जंति त्ति" પરીષહના શારીરિક કષ્ટો તથા માનસિક કષ્ટોને કર્મ નિર્જરાની ભાવનાની સાથે સંપૂર્ણ સંપથી સહન કરવું તે પરીષહ છે. જૈનદર્શનમાં ૨૨ પરીષહ બતાવ્યા છે. શરીરને કષ્ટ શા માટે? :
માનવ શરીરનાં વખાણ કરવામાં આવ્યા છે તો પછી કષ્ટ શા માટે આપવું?
શરીર ને કષ્ટ આપવું એનો અર્થ શરીરનો નાશ કરવાનો નહીં, પરંતુ તેનો સઉપયોગ કરવાનો છે. શરીર માદ્ય વસ્તુ ધર્મ સાધન તથા વેદ પુર્વ મહીનં કહ્યું છે. શરીર શત્રુ નથી પણ સેવક છે. શત્રુનો નાશ કરવામાં આવે, પરંતુ સેવકને તો સદા પ્રોત્સાહિત કરીને એની સાથે કામ લેવામાં આવે છે.
- કાયક્લેશ - વ્યાયામ એ શરીરબળ કેળવવામાં પરમ સહાયક છે. વ્યાયામ દ્રઢ ત્રિાનાં વ્યથિનૈવોપનાયતે આ સૂત્ર કથનમાંથી ઉપવાસનો ધ્વનિ નીકળે છે. વ્યાયામથી શરીરના અવયવો દ્રઢ થાય છે અને રોગ જલ્દી ઉદયમાં આવતા નથી. પરિણામે શરીરનો વિકાસ થાય છે. જૈન દર્શનમાં શરીરબળને પણ આત્મસાધના કરવા માટે સારું સ્થાન આપવામાં આવ્યું છે કે “વજ ઋષભનારવ્ય સંઘષણવાળા જ મોક્ષમાં શકે છે અને આ એક જ ઉપયોગી સૂચનમાં આખું શરીરશાસ્ત્ર આવી જાય છે. આપણે જો તે વાતનો સ્વીકાર કરીએ તો વિવેકપૂર્વક શારીરિક બળ કેળવવા માટે પોતાના જીવનઉપયોગી દરેક ક્રિયાઓ પોતે સ્વતંત્ર કરવી જોઈએ. નોકર પાસે કામ નહિ કરાવતાં પોતાની મેળે કામ કરવાથી સહનશીલતાની શક્તિ કેળવાય છે અને સાથે આરોગ્ય તથા કાયબળ પણ વધે છે.
(૧૩૨,