________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
જેમ ઘણા સુકા લાકડાવાળા વનમાં લાગેલો અને પવનથી પ્રેરિત થયેલો દાવગ્નિ શાંત થતો નથી તેમ વધુ પડતા રસવાળા આહાર કરનાર બ્રહ્મચારીનો ઇંદ્રિયાગ્નિ શાંત થતો નથી.
એટલે બ્રહ્મચારી કરતાં પણ ગૃહસ્થીનો રસીલા આહારથી ઘણો જલ્દી કામાગ્નિ પ્રદિપ્ત થાય છે. માટે વધુ પડતા રસોનો ત્યાગ કરવો.
વૃત્તિસંક્ષેપ અથવા વૃત્તિ પરિસંખ્યાતમાં અનેક પદ્ધતિઓની સંખ્યા છે અને રસપરિત્યાગમાં રસનો જ ત્યાગ છે એટલો એ બે પ્રકારના તપમાં તફાવત છે. વળી રસ પરિત્યાગ તો ઘણા દિવસ માટેનો થઈ શકે પણ વૃત્તિ પરિસંખ્યાતમાં ઘણા દિવસનો થતો નથી. કાયમલેશ :
સંસારના બધા જ પાપો, કુકર્મો, દુરાચારો અથવા અભક્ષ્યાદિના ભોજન સમારંભોનું મૂળ કારણ શરીર હોવાથી એને મર્યાદામાં રાખવા માટે આ તપ અત્યંત જરૂરી છે. પાપમાર્ગ તરફ જઈ રહેલા શરીરને ધર્મ તથા સદાચારના માર્ગ પર લઈ જવું તે સંવર છે. કારણ કે એના વગર આત્મા અને મન પવિત્ર નહિ થાય. આવું સમજીને શરીરને કષ્ટ આપવું એટલે કે અશુદ્ધ અને અશુભ અનુષ્ઠાનમાં શરીરને કેન્દ્રિત કરવા કરતાં આત્માના અવાજને સાંભળવો જરૂરી છે. શરીરને ગુંડાની ઉપમા આપવામાં આવી છે. કારણ કે શરીરના પોષણ માટે મન ભલે પાપ કરશે, તો પણ તને સંતોષ નહિ થાય. જેના કારણે મર્યાદાની બહાર જવા દેવામાં ભયંકર જોખમ છે. એમ સમજીને ચાલવું, ફરવું, મોજમજા કરવામાં પાપનું ધ્યાન રાખીને મનગમતી ક્રિયાઓ બંધ કરવી એ જ આ તપનો આશય છે.
પરિવારમાં આડાઅવળા માર્ગે ગયેલા છોકરા-છોકરી અથવા અન્ય કોઈપણ મર્યાદાથી બહાર ગયા હોય તો એને શિક્ષા કરવામાં કોઈપણ ધર્મશાસ્ત્રએ ઈન્કાર નથી કર્યો, તો પછી શરીર તો પોતે જ દુષ્કાળીયું છે અને વધારામાં દેવાળીયું છે. એનું કેટલું પણ પોષણ કરવામાં આવે, કેટલું પણ ધ્યાન રાખવામાં આવે છતાં પણ તે પોતાના જાતિ સ્વભાવાનુસાર ગંદાપણું અથવા હલકાપણું ક્યારેય પણ છોડવાવાળો નથી. એની સાથે રહેલી ઇન્દ્રિયો એવી ખોફનાક છે કે આંખ ફરકતા જ ઉલ્ટા રસ્તે જવાવાળી છે. જેનાથી અજ્ઞાન આત્મા તેને વશ થઈને પાપો તરફ જવા માટે અધીરો બની જાય છે. જો કે આ કારણથી શરીરને કષ્ટ આપવાનો અર્થ શરીરને મારી નાખવું એ નથી પરંતુ જ્ઞાન દ્વારા સમજાવટથી અથવા તો જબરજસ્તીથી મર્યાદામાં લાવવાનો છે. એ આ તપનો આશય છે. સારાંશ એ છે કે વિવેકી આત્મા શરીરના માધ્યમથી પાપોને તથા પાપમાગને બંધ કરી સંસારના બીજને શક્તિહીન કરી દે છે. જ્ઞાન ન હોવાના કારણે અથવા તો વિવેક ન રહેવાના કારણે સંસારરૂપી બીજને દઢ કરે છે. જે સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે.