________________
તપશ્ચર્યા
રસ પ્રાયઃ પ્રદીપ્ત ઉત્તેજના ઉત્પન્ન કરાવવાવાળો હોય છે. એટલા માટે એ રસોને વિકૃત વિગય કહેવામાં આવે છે.
વિગય કઈ છે ? :
પ્રાચીન ગ્રંથોમાં વિગયના બે ભેદ બતાવવામાં આવ્યા છે, ભક્ષ્ય વિગય અને અભક્ષ્ય વિગય વિગય વિકૃતિ ઉત્પન્ન કરવાવાળુ અવશ્ય છે તે છતાં પણ શ૨ી૨ને સમર્થ અને કષ્ટ સહન કરવા માટે તેનો ઉપયોગ કરવો પડે તેને ભક્ષ્ય વિગય કહેવામાં આવે છે. ભક્ષ્ય વિગય છ છે - દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર.
પ્રકરણ ર
અભક્ષ્ય વિગય ચાર છે. જેને મહાવિગય કહેવામાં આવે છે. મધ, માંસ, દારુ અને માખણ એમાં માંસ અને દારુ એ તો સર્વથા ત્યાજ્ય છે. પરંતુ મધ અને માખણ વિશેષ સ્થિતિમાં લઈ શકાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન્ન એ છ વિગય છે. આ છયે વિગય વિકારના સ્વભાવવાળી છે. તે ખાનારમાં વિકાર ઉત્પન્ન કરે છે તેના પરિણામે દુર્ગતિમાં જવું પડે છે.આયંબિલમાં વિગયનો ત્યાગ હોય છે તેથી આયંબિલ કરનારને પ્રાયઃ દુર્ગતિમાં જવું પડતું નથી. માટે હમેશાં એક કે વધારે વિગયનો ત્યાગ કરતા રહેવું તે રસ ત્યાગ તપ છે. તેથી પણ મન ઉપર કાબુ આવે છે.
ઇંદ્રિયોના વિષયો વિષ જેવા છે. વિષ ખાતાં તો એક વાર મરાય ચે પણ વઇષયસેવનથી ઘણા જન્મ મરણ થાય છે એમ વિચારી જે નિરસ ભોજન કરે છે તેને રસ પરિત્યાગ તપ નિર્મળ થાય છે.
-
વળી રસનાના છ પ્રકાર આ પ્રમાણે – ઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ અને દૂધ એવા તથા ખાટો, ખારો, તીખો, મીઠો, કડવો અને કષાયેલો એ પણ રસ છે. તેનો ઇચ્છા અનુસાર ત્યાગ કરવો. જેમકે કોઈ એક જ રસ છોડે, બે રસ છોડે અથવા બધાય રસ છોડો એ પ્રમાણે રસ પરિત્યાગ તપ થાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
-
रसा पगामं न निसेवियव्वा, पायं रसा दित्तिकरा नराणं ।
વિત્ત ચ ામા સમિતિ, તુમ ના સારાં વ પવવી ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૦/૧૦) ઘી, દૂધ વગેરે દીપ્તિ કરનારા રસો વધારે પડતા ન સેવવા કારણ કે જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટોળાબંધ ઉડી આવે છે તેમ તેવા માણસ તરફ કામવાસનાઓ દોડી આવે છે.
जहा दवग्गी पउरिन्धणे वणे, समारुओ नोवसमं उवेइ ।
વિન્દ્રિયની વિ પામ મોળો, ન વમ્પયામ્સિ હિયાય જ્સર્ ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૧/૧૦)
૧૩૦