________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
જે માણસ રસમાં અત્યંત વૃદ્ધ બની જાય છે તે તેમાં મૂછિત થઈને પોતાના જીવને અકાળે નષ્ટ કરી દે છે. જેમ માંસના લોભમાં ફસાયેલો માછલો કાંટામાં ફસાઈને પોતાના પ્રાણને ખોઈ બેસે છે.
આહારમાં વૃત્તિનો સંક્ષેપ કરવો, જેમકે આહારમાં અમુક આટલી જ સંખ્યાની વસ્તુઓ લઈશ. અથવા અમુક સંખ્યાની વસ્તુઓમાંથી બનાવેલ રસોઈનો ઉપયોગ કરીશ. એમ વૃત્તિનો સંકોચ કરવો.
ઉપરાંત ભોગ ઉપભોગમાં આવતી વસ્તુઓ જેવી કે ખોરાક, પાણી, ફુલ, ફળ, વસ્ત્ર, આભૂષણ, મકાન વગેરેનો વપરાશ ઓછો કરવો.
અમુક અભિગ્રહ ધારવો. શ્રાવકના ચૌદ નિયમો ધારવા. ઇત્યાદિ રીતે વૃત્તિઓનો સંક્ષેપ કરી મન ઉપરનો કાબુ વધારતા જવું.
આઠમના દિવસે લીલોતરીનું શાક જૈનોમાં ઘણાખરા ખાતા નથી. લીલોતરી ન ખાવાના મુખ્ય બે કારણ છે. હિંસાના ત્યાગ અર્થે તથા વૃત્તિના જય અર્થે.
હંમેશા વિશ પચીશ વસ્તુઓ ખાવામાં આવતી હોય, તેમણે મહિનામાં પાંચ દશ તિથિએ એકેક વસ્તુને ઘટાડી ત્યાગનો અભ્યાસ પાડવો જોઈએ કે જેથી વનસ્પતિમાં વિશેષ આરંભ સમારંભાદિ પ્રવૃત્તિથી હિંસા થતી જાણી તે વસ્તુનો મહિનામાં પાંચ દશ દિવસ ત્યાગ કરવાના વિચાર કરવો. પણ વસ્તુત્વે ત્યાગનું સ્વરૂપ સમજ્યા વિના ત્યાગ કરવાથી એક વસ્તુનો ત્યાગ કરતા પાંચ સાત વસ્તુઓની ઉપાધિ સેવે છે.
તે મંદબુદ્ધિ જીવને ખબર નથી કે જે દિવસે લીલોત્તરીનાં શાકનો ત્યાગ કરવો હોય તે દિવસે બે ચાર જાતનાં અથાણા દૂધ દહીં મુરબ્બો વિગેરે પાંચ સાત વસ્તુઓ વધારે ખાવામાં લઈએ તો ખરો ત્યાગ થયો કહેવાય નહિ. વૃત્તિના સ્વરૂપને સમજ્યા વિના તથા વૃત્તિનો ત્યાગ કર્યા વિના માત્ર એકલી વસ્તુનો ત્યાગ કરવાથી કલ્યાણ નથી, પણ વસ્તુના ત્યાગની સાથે વૃત્તિનો ત્યાગ થાય તો જે કલ્યાણ છે. મહાન તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે –
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન;
લહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન. વૃત્તિ શી વસ્તુ છે ? તે ક્યાંથી ઉત્પન્ન થાય છે ? તેનો ક્ષય, ક્ષયોપશમ તથા ઉપશમ કેમ થાય? તેનું યથાર્થ સ્વરૂપ પરમ જ્ઞાનીના સમાગમે જાણ્યા વિના વ્રત કરવાથી પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થતી નથી, પણ લૌકિક માન તથા પૌદ્ગલિક સુખથી સંસારની વૃદ્ધિ થાય છે.
તેથી લીલોતરીનો ત્યાગ વૃત્તિના ત્યાગ અ ઠરતો નથી, તેમજ હિંસાનો ત્યાગ પણ નથી. કારણ કે આઠમપાખીના દિવસે શેર લીલોતરીનો ત્યાગ કરી પાંચમના દિવસે પાંચ દશ શેર લીલોતરી લાવી
(૧૨)