________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
હોય કે પહેલા શરીરમાં પછી આત્મામાં વિકૃતિ પેદા કરી ઇચ્છા ન હોય તો પણ ઘસડીને દુર્ગતિમાં લઈ જાય છે.
વિગઈનો ત્યાગ કર્યો હોય, પરંતુ અન્ય વાનગીઓ દ્વારા જો રસ પોષાતો હોય તો તો તાત્વિક વિગઈ ત્યાગ કર્યો ન જ કહેવાય. જેમ ડાયાબિટીસના દર્દીને ડૉક્ટરે ગળપણ ખાવાની ના પાડી હોય પછી મનને કહેવું પડે છે ને કે “આ આ આઈટમો નહિ ખાવાની !” તેમ રસનાને જીતવા માટે પણ કહેવું જ પડશે કે આ આ નથી લેવાની... રસત્યાગ તપ સુધી જવું હોય તો “રસના પોષાય એવી કોઈ વસ્તુ ન વાપરો.
પહેલા ચાર તપ રસનાને જીતવા અને શરીરને મર્યાદામાં રાખવા માટે છે. શરીર નિયંત્રણમાં હોય તો ધાર્મિક ક્રિયાઓ બરાબર થાય. શાસ્ત્ર કહે છે કે આ ચાર તપ જે બરાબર કરે, તેનું પેટ ન બગડે અને જેનું પેટ ન બગડે તેને પ્રાયઃ બીજા રોગ ન થાય.
उदरोद्भवा रोगाः ।
પહેલી ગરબડ પેટમાં થાય. એની અસર શરીરમાં થાય અને એની ગરબડ બધે થાય. પરિણામે શરીરતંત્ર ખોરવાઈ જાય. શરીર પરવશ થાય એટલે ધર્મક્રિયાથી હાથ ધોવા પડે પરિણામે ધર્મ ન સધાય. આખી સાંકળ છે. માટે પહેલા ચાર તપ આહાર સંજ્ઞાના નિયંત્રણ માટે છે.
આહાર નિયંત્રણથી રસનાનો વિજય થાય, એના દ્વારા ઇન્દ્રિયોનો વિજય થાય, એના દ્વારા કષાયનો વિજય થાય, એના દ્વારા પોતાનો વિજય થાય, એના દ્વારા કર્મક્ષય થાય અને કર્મક્ષયથી મુક્તિમાર્ગ સરળ બને. એ રીતે આહાર નિયંત્રણ કરવા માટે પહેલા ચારે તપ મુક્તિમાર્ગ સાથે સંબંધ ધરાવે છે.
માટે, ખારે તીખ ઝરે ચીકટ વધે રોગ
આ ત્રણેયને સેવતા, કરે નહિ સધાય રોગ ખારા, ખાટા, તીખા અને ચીકણા પદાર્થો રોગોત્પત્તિ કરનાર છે અને તેનું સેવન કરવાથી જ્ઞાનયોગ સાચવી શકાશે નહિ. આ અમુલ્ય સંદેશો રસાસક્ત જીવોને ઉપકારક છે.
મોહમાયાની વાસનાના કારણે જીવાત્મામાં અલગઅલગ રસ જેવા કે માંસાહાર, મદિરાપાન, મધસેવન, દૂધ, દહીં, મિઠાઈ વગેરે તથા જીભને સ્વાદિષ્ટ લાગવાવાળા આઈસ્ક્રીમ, શરબત આદિ પીણાઓ લેવાનો જાણે સ્વભાવ થઈ ગયો છે. જે મોહજન્ય અને મોહજનક હોવાથી અને તેનું સેવન કરવાથી માણસ મોહાંધ અને કામાંધ બની જાય છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં પાપ છે. એટલા માટે રસત્યાગ નામના આ તપ દ્વારા રસને ત્યાગવાની ભાવના રાખવી જોઈએ. એ જ આ તપનો