________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
ઉદ્દેશ છે. જેનાથી મનપસંદ, ચટપટું, ખારું, તીખું, મીઠું જેવા પદાર્થો પ્રત્યેનો મોહ ઓછો થઈ જશે અને ત્યાગધર્મ તરફ આગળ વધવાની ભાવના જાગૃત થશે જે બગડી ગયેલું મન અને ઇન્દ્રિયોને સાવધાન ક૨શે. (જે અસ્વસ્થ મન અને ઇન્દ્રિયોને સ્વસ્થતા બક્ષશે.)
અનાદિ કાળના કર્મોના કારણે ચારે સંજ્ઞાઓ જીવના આત્મપ્રદેશમાં દૂધ અને સાકરની જેમ ભળી ગઈ છે. જેમાંથી આહાર અને મૈથુન સંજ્ઞાના કુસંસ્કારોના કારણે જીવાત્માને અલગઅલગ રસોનું સેવન કરવાની આદત પડી ગઈ છે. જેમાંથી મોહનીય કર્મ ભડકે છે અને માનવ ૨સેન્દ્રિયોનો ગુલામ થઈને વારંવાર તે તરફ આકર્ષિત બની જાય છે, પરંતુ સમજવું જોઈએ કે બધા જ મનગમતા રસોનો સ્વાદ લેવાથી જીવાત્મા તામસિક (વિષય-વાસનાનો દાસ) અને રાજસિક (ક્રોધ-માન-માયા-લોભનો દાસ) બની જાય છે. જેનાથી જીવનતંત્ર બરબાદ, પરદ્રોહી અને હિંસક બની જાય છે. એટલા માટે સાત્ત્વિક, આધ્યાત્મિક અથવા સમ્યકાત્મક ભાવ મેળવવા માટે માંસાહાર, મદિરાપાન, વધુ પડતી મિઠાઈઓ, ફરસાણો, જાતજાતનાં પીણાંઓ એ ઉપરાંત પરસ્ત્રી સેવન અથવા દુરાચારના સેવન રૂપી રસથી મુક્તિ મેળવવા માટે સર્વને તિલાંજલિ આપી દેવી જોઈએ અને ઉપયોગી રસોનું સેવન પણ મર્યાદામાં રહીને કરવું જોઈએ. એ જ આ તપનો આશય છે.
પાંચ ઇન્દ્રિયોમાં ‘રસેન્દ્રિય' બીજી ઇન્દ્રિય છે. એનું કામ છે રસનો, સ્વાદનો અનુભવ કરવો. બીજી ઇન્દ્રિયો બે બે છે પણ કાર્ય બધાનું એક જ છે. જ્યારે જીભ એક છે અને કાર્ય બે છે. ભોજન અને ભાષણ બંને મહત્ત્વના કાર્ય છે. માટે કહ્યું છે કે સર્વ નિત નિતે રસે જેમણે રસેન્દ્રિય જીતી લીધી એણે સંસારના બધા વિષયોને જીતી લીધા છે માટે સ્વાદ રહિત થઈને આહાર કરે આચારાંગસૂત્રમાં કહ્યું છે કે
અળાસાયમાને તાવિયં આમમાળે તયે સે અભિક્ષમન્નારાણ મવદ્ । (આચારાંગ સૂત્ર - ૮-૬) “સ્વાદ ન લેવાથી કર્મો હલકા બની જાય છે એવો સાધક આહાર કરવા છતા પણ તપસ્યા કરે
છે.”
માટે કહ્યું છે કે સાધક આહાર કરતાં કરતાં ૭, ૮ કર્મોના બંધનો ઢીલા કરી નાખે છે અથવા ગાઢબંધનવાળા બનાવી દે છે. અસ્વાદભાવથી આહાર કરે તો આહાર કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયાના દાખલા છે કુરગડુમુનિ જેવા..
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
रसेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं ।
રવારે નડિસ વિમિના મત્ઝે ના ગામિસ ભોગ નિષે ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર - ૨/૩૦)
૧૨૭