________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
સર્વસમ્મત્કરી ઃ જે ત્યાગી, અહિંસક, સંતોષી શ્રમણ આદિ પોતાના સંયમ નિર્વાહ માટે માધુકરી વૃત્તિથી ગૃહસ્થના ઘરમાં સહજ ભાવથી બનેલો શુદ્ધ આહાર ગ્રહણ કરે છે અને આહારની નિર્દોષ વિધિથી તેને ખાય છે. તેને સર્વસમ્પત્કરી ભિક્ષા કહેવાય છે. આવી ભિક્ષા આપવાવાળા તથા લેવાવાળાને દશવૈકાલિકસૂત્રમાં મહાન લાભ બતાવ્યો છે.
વ ાછતિ સુધારૂં . (દશવૈકાલિક સૂત્ર - પ/૧/૧00) ભિક્ષાચારીનું નામ છે વૃત્તિસંક્ષેપ. પોતાની ઇચ્છાઓ તથા વૃત્તિઓ પર સંયમ રાખવો. મનનો તથા સ્વાદેન્દ્રિયનો નિગ્રહ કરવો. જે પણ મળી ગયું હોય તેમાં સંતોષ માનવો. મન ઇચ્છિત વસ્તુ ન મળે તો શોક ન કરે એ માટે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે...
ઉપજે અત્તણે વા ખજુ તપેન્ન ifs (ઉત્તરાધ્યયન સૂત્ર - ૨/૩૦). આ રીતે મનગમતુ કે અણગમતું મળી જાય તો એ વૃત્તિને ગુમાવતો નથી. વૃત્તિસંક્ષેપ માટે ઉત્તરાધ્યયસૂત્રમાં કહ્યું છે કે –
નાયાધામેસેન્ના રસ ઉTધ્ધ ન fસયા | (ઉત્તરાધ્યયન સૂત્ર - ૮/૧૦) રસની આસક્તિ છોડીને સાધક સંયમ નિર્વાહ માટે એટલે કે સાધના કરવા માટે ગવેષણા કરે અને વૃત્તિસંક્ષેપ કહે છે. રસપરિત્યાગ : કે ખાવું નહિ તે અનશન, ઓછું ખાવું તે ઉણોદરી, એક વાનગી પણ ઓછી ખાવાની તે વૃત્તિસંક્ષેપ અને તેમાં પણ આગળ વધીએ તો આવે રસત્યાગ ! રસના પોષાય એવી કોઈ વસ્તુ ન ખાવી અગર એની મર્યાદા નક્કી કરવી તે “રસત્યાગ”.
રસનાને-જીભને પોષનારી છ વસ્તુઓ છે. : (૧) દૂધ (૨) દહીં (૩) ઘી (૪) તેલ (૫) ગોળ (૬) સાકર જેને શાસ્ત્રીય ભાષામાં વિગઈ કહેવાય, વિગય એટલે કે વિકૃતિ. ' વિગઈ આત્મામાં વિકૃતિ પેદા કરે છે. વિગઈનો ત્યાગ કરાય તો રસના જીતાય, રસના જીતે તો આ તપ થાય. છે જ્ઞાનીઓ સાધુને માટે પણ કડક વાત કરે છે. ઉત્સર્ગ માર્ગે સાધુ વિગઈનો ત્યાગી જ હોય. વિગઈ તાજીને આગળ ન ભણાવાય. એને એ ન પચે. પરિણામ ન પામે - વિગઈનો સ્વભાવ જ એવો