________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
વૃત્તિ સંક્ષેપ :
અનાદિ કાળથી મોહવાસનાને કારણે જીવાત્માને ખાવું, પીવું, ઓઢવું, પહેરવું, મોજમજા કરવી, નાટક-સિનેમા જોવા, બીજાની નિંદા કરવી, આદિ વૃત્તિઓ રાક્ષસની જેમ સતાવતી રહેવાના કારણે મર્યાદાની બહાર જવાવાળા મનને મર્યાદામાં રાખવા માટે, અલગ અલગ ઇચ્છાઓને કાબૂમાં રાખવા માટે આ તપ ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે ઇચ્છાઓને બેકાબૂ બનાવવી તે આશ્રવ છે અને મર્યાદામાં રહેવું તે સંવર છે, જે તપ છે.
પુણ્યકર્મ અને ત્યાગધર્મની બોલબોલામાં પણ વૃત્તિસંક્ષેપનું ધ્યાન રાખવું બધી જ રીતે જરૂરી છે. કારણ કે મોહકર્મની જાળમાં ફસાઈ જતા જીવાત્માની વૃત્તિઓ કલુષિત થઈ જાય છે. જેના કારણે હૃદયમાં આવેલી તે વૃત્તિઓ કયા સમયે અને કેવા પ્રકારે માણસને દુઃખી કરશે એની ખબર કોઈને પણ નથી પડતી. એટલા માટે સજ્ઞાન અને સ્વાધ્યાય બળ દ્વારા તે વૃત્તિઓનું દમન કરવું એ જ તપનો ઉદ્દેશ છે.
વૃત્તિઓ, ઇચ્છાઓ, સંકલ્પો, અધ્યવસાયોને જાણી જોઈને ભડકાવવા માત્રથી જીવનની સમસ્યાઓનું નિરાકરણ નથી થઈ શકતું. કારણ કે બહેકી ગયેલી વૃત્તિઓ માણસના ચારિત્ર ધર્મને મલિન કરે છે અને પ્રવૃત્તિને બગાડી નાખે છે. જેથી માણસનો સરળ થયેલો માર્ગ પણ વિકટ બની જાય છે જેને તમે ક્યારેય પણ સુધારી નહિ શકો. એટલા માટે રાક્ષસી જેવી વૃત્તિઓને દબાવવી એ જ લ્યાણકારી છે. - વૃત્તિસંક્ષેપ તપ માનવ જાતિના જીલ્લા પરાવર્તિ જીવોને માટે તેમજ શહેરોમાં બેઠાંબેઠાં જીવન વ્યતિત કરી નાટક સીનેમાના ઉજાગરા કરતાં હોય તેવાઓને માટે તેમજ લોજ, હોટલ, લારીની મુલાકાત લેનારાઓ માટે પૂર્ણ આવકારપાત્ર તપ છે. ખરા શબ્દોમાં કહીએ તો આ વૃત્તિ સંક્ષેપ તપ એ આરોગ્ય રક્ષાનો મહામંગલમય માર્ગ છે. વૃત્તિ સંક્ષેપ એ જીવનની બીનજરૂરી ખોટી આદતોથી બચવા માટે પરમ ઉપયોગી વિધાન છે. ધાર્મિક દ્રષ્ટિએ લાભ ઉપરાંત વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો વૃતિસંક્ષેપ દ્વારા સાદા જીવનનું ઘડતર કરવાનો આવકારપાત્ર માર્ગ છે. | ઉણોદરી તપ કરીએ ત્યારે મનગમતાં દ્રવ્યો, વિવિધ વાનગીઓ ખાવી નહિ અથવા દ્રવ્યોની મર્યાદા જાળવવી જોઈએ. મનને ફરવા નહિ દેવાનું, ઓછું ખાવાનું અને તેમાં પણ વસ્તુ વાનગીઓની સંખ્યા પરિમિતિ કરવાની.
એક વસ્તુથી ચાલે તો બે ન વાપરવી, બેથી ચાલે તો ત્રણ ન વાપરવી, ત્રણથી ચાલે તો ચાર ન વાપરવી. ખાવા જોઈએ કેટલું? પણ આજે તો સાત્વિક ખોરાક ગયો ને બીજી બધી વાનગીઓ