________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
રક્ષા થાય છે. તેમાંથી પણ ઓછા ઉપકરણ રાખવા એટલે કે વસ્ત્ર, પાત્ર આદિ આવશ્યક વસ્તુઓ ઓછી કરવી તેને ઉપકરણ દ્રવ્ય ઉણોદરી કહે છે. ઓછી વસ્તુ રાખવાથી પરિગ્રહ તથા મૂછભાવ બંને ઘટે છે અને વધારવાથી વધે છે. માટે જ કહ્યું છે કે
મુછશૃિંદો પુરો | (દશવૈકાલિક સૂત્ર - ૬-૨૧)
મૂચ્છ પfપ્રદ છે (તત્ત્વાર્થ સૂત્ર - ૭-૧૨) મૂછભાવ, મમત્વભાવને પરિગ્રહ કહે છે. જરૂરિયાત હોય અને વસ્તુ ભેગી કરવામાં આવે એ પરિગ્રહ તો છે જ પણ એટલી નુકસાનકારી નથી જેટલી મૂછયુક્ત હોય. માટે જ મર્યાદાની વાત બતાવી છે. મર્યાદામાં રાખવામાં આવે તો એ પરિગ્રહ નથી, પણ મર્યાદાની બહાર ગયા તો સાધકને બાધક બનતા વાર નહિ લાગે. ભાત-પાણીની ઉણોદરી :
ભોજન માટે આહાર તથા પાણી બંનેની જરૂરિયાત પડે છે. એ બંનેની મર્યાદા કરવી અને મર્યાદાથી ઓછું ખાવું એટલે કે પેટ ખાલી રાખવું એ ભાત-પાણીની ઉણોદરી કહેવાય છે. ભાવ ઉણોદરી :
ભાવનો અર્થ છે આન્તરિક વૃત્તિઓ. ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયોને આન્તરિક વૃત્તિઓ કહેવામાં આવે છે. આ વૃત્તિઓને એટલે કે કષાયોનો સર્વથા ક્ષય કરવો એ સાધકનું લક્ષ્ય છે. સાધના એ કોઈજાદુની લાકડી નથી કે આમ ફેરવો ને કષાયો ક્ષય થઈ જાય. ધીરે ધીરે સાધના આગળ વધતી જશે તેમ તેમ સાધકને મનોબળ જાગૃત થતુ જશે. વિવેક પ્રબુદ્ધ થાય છે. તેમ તેમ કષાય ક્ષીણ થતા જશે. માટે કષાયોને નિર્બળ કરવા એ ભાવ ઉણોદરી છે.
ભાર થવાથી પાચનશક્તિ નબળી પડતી જાય છે અને પરિણામે અનેક રોગ ઉત્પન્ન થાય છે.
જીભ માગે તેમ આપ્યા જ કરીએ. અમુક વાનગી વધારે ભાવે છે તેથી વધારે ખાવાથી અપચો થાય છે અને આહાર ત્યાગ કરવાની ફરજ પડે છે. ત્યારે ભૂખ કરતાં સ્ટેજ ઓછું ખાવાથી પાચનશક્તિ નિયમિત કામ કરી શકે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે.
અને એ પ્રમાણે ઊણોદરી તપ કરવાથી મન મજબૂત થાય છે, મન ઉપર કાબૂ આવે છે.
જે એમ વિચારે છે કે અલ્પ ભોજન કરવાથી મારી પ્રશંસા થશે તથા કપટથી લોકને ભૂલાવામાં નાખી પોતાનું કોઈ પ્રયોજન સાધવા માટે અથવા થોડું ભોજન કરવાથી મિષ્ટ રસ સહિત ભોજન મળશે એવા વિચારથી જે ઊણોદરી તપ કરે છે તે તપ નિષ્ફળ છે તે તપ નથી પણ પાખંડ છે.