________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
થાય છે, જેને મારવા માટે દવા લેવી પડે છે. આવી રીતે પારંપારિક રૂપ જીવહિંસાના પાપથી બચવા માટે ઉણોદરી તપ જરૂરી છે જે સંવરધર્મ છે.
જીવન અને શરીરની સ્વસ્થતા માટે જેટલી ભૂખ હોય એનાથી ઓછું ખાઈને પેટ ખાલી રાખવું હિતાવહ છે. કારણ કે શરીરમાં રહેલો કે નાખેલા આહારનું પાણી અને વાયુ વિના પાચન થતું નથી. કારણ કે પેટમાં ઠાંસી ઠાંસીને ખોરાક નાખવામાં આવશે તો પાણી અને હવાના અભાવના કારણે અજીર્ણ થઈ જશે. જેનાથી વાયુ, કફમાં ગડબડ ઊભી થશે અને એ જ બધા રોગોનું મૂળ કારણ છે. જેનાથી સ્થૂળતા, નબળાઈ, તાવ, શરદી, માથાનો દુઃખાવો, હાથ-પગનો દુ:ખાવો, ડાયાબિટીશ, ભગંદર, ટી.બી., કેન્સર, બ્લડપ્રેશર, વીર્યનાશ, વીર્યની ખરાબી આદિ હળવા કે ભારે રોગો થાય છે. એમાં જે હળવા રોગ છે એના માટે તો ઉણોદરી વાયુ એકાશણું, બ્યાશણું આદિ તપ વધારે અસરકારક હોય છે જે બધી જ રીતે નિર્દોષ છે. આનાથી ધર્મની રક્ષા થશે અને શરીર રોગરહિત થવાથી આત્મા અને મન પણ સ્વસ્થ બની રહેશે.
પ્રશ્ન એ થાય છે કે ઉપવાસ કરવું એ તપ છે. કારણ કે એમાં આહારનો ત્યાગ હોય છે. પરંતુ ઉણોદરીમાં ભોજન કરવામાં આવે છે તો પછી આ તપ કેવી રીતે ?
ભોજનનો સર્વથા ત્યાગ કરવો એ તો તપ છે જ પરંતુ ભોજન કરવા બેઠા હોય અને ભૂખ લાગી હોય ત્યારે ઓછું ખાવું. દ્રવ્યમર્યાદા કરવી, રસેન્દ્રિય ૫ર સંયમ રાખવો એ દુષ્કર છે. ઘણા લોકો એમ પણ કહે છે કે ઉપવાસ કરવો સહેલો છે પણ ભોજનના સમયે પેટ ખાલી રાખવું, મનગમતી સામગ્રીઓને છોડી દેવી એ ઘણી જ કઠિન છે. આત્મસંયમ અને દ્રઢ મનોબળ વિના આ શક્ય નથી.
ઉપવાસમાં શારીરિક બળ, સામર્થ્ય, તપ સ્વાસ્થ્ય આદિની અપેક્ષા રહે છે. પરંતુ ઉણોદરી તપ તો રોગી, અશક્ત અને દુર્બળ વ્યક્તિ પણ કરી શકે છે. ઉણોદરી તપ કરવાથી અનેક રોગ પણ મટી જાય છે. અસ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ બની જાય છે. સ્થળપણું, ડાયાબીટીશ, બ્લડ પ્રેશર, એસીડીટી, અજીર્ણ વગેરે રોગો કાબુમાં રહે છે.
આ તપ કરવામાં એટલું સરળ છે કે ક્યાંય બાધક નથી. રોગી હોય, ક્યાંય બહારગામ જવું હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય કે કોઈ પણ આ તપની આરાધના કરી શકે છે. એટલા માટે ઉણોદરી તપ કઠણ પણ છે. અને સહેલું પણ છે. થોડો વૈરાગ્ય, વિવેક અને ધર્મજ્ઞાન હોય તો કોઈ પણ સાધક આ તપનું આચરણ કરી શકે છે.
ઉણોદરીનો વિશેષાર્થ :
ઉણોદરીનો પ્રચલિત અર્થ ઓછું ખાવુ એમ કહેવામાં આવે છે. અલ્પઆહાર, પરિમિત આહાર,
૧૨૦