________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
તેને સૂકવી આઠમપાખીના દિવસે તેનું શાક થાય. અમુક તિથિએ લીલોતરી ન ખવાય એવી ભાવનાએ આગળથી સુકોતરીનાં માટલાં ભરી રાખે, જેમાં અસંખ્ય બે ઇંદ્રિય કુંથુઆ થાય. આ કારણથી હિંસાનો ત્યાગ કરવા જતાં હિંસાની વૃદ્ધિ થાય છે. છે. આ ઉપરથી લીલોતરી ખાવી એમ કહેવાનો ઉદ્દેશ નથી, પણ લીલોતરી સાથે સુકોતરીનો પણ ત્યાગ થવો જ જોઈએ. આ તો એક સામાન્ય વાત છે. પણ આ વાતના દષ્ટાંતથી વૃત્તિને સમજ્યા વિનાની તથા વૃત્તિનો ક્ષય કેમ થાય તે જાણ્યા વિનાની પ્રવૃત્તિથી ગુણ લેવા જતાં દોષની વૃદ્ધિ થાય છે. જ્ઞાની અજ્ઞાનીના બોધમાં આ પ્રકારે જ ભિન્નતા રહી છે. અર્થાત્ અજ્ઞાની ગુરુઓ વસ્તુના ત્યાગમાં જ ધર્મ માને છે, જ્યારે જ્ઞાની મહાત્માઓ વૃત્તિના ત્યાગમાં ધર્મ માને છે.
આઠમ પાણી વિગેરે મહિનાની પાંચ દશ તિથિએ લીલોતરી કે જે એકેંદ્રિય જીવો ગણાય છે તેનો ત્યાગ કરવામાં જે ધર્મની માન્યતા તથા મહત્તા જણાય છે, તે તિથિએ લીલોતરી ખાતાં જેટલી કંપારી તથા અરેરાટી આવે છે, તેટલી કંપારી પાખીના દિવસે અસત્ય બોલતાં, ખોટું ખત લખતાં, કોઈની થાપણ ઓળવતાં, પંચેંદ્રિય મનુષ્યને છેતરી તેની સાથે કુડ કપટ રમી પૈસાના સ્વાર્થ માટે પ્રપંચ કરી કષાય વૈર વધારતાં અરેરાટી ન આવે અથવા તેવા દોષો દૂર કરવામાં ધર્મની મહત્તા ન મનાય તો તે માણસ અહિંસા ધર્મ સમજ્યો જ નથી.
રસ પરિત્યાગનો અર્થ છે રસ-સ્વાદિષ્ટ ભોજન દૂધ, દહીંથી મિષ્ટાન આદિ રસમય વસ્તુઓનો ત્યાગ કરવો તેને રસપરિત્યાગ કહેવામાં આવે છે. રસ શું છે? : - રસનો અર્થ છે પ્રીતિ વધારવાનો. રાં પ્રતિ પિવઈ જેના કારણથી ભોજનમાં વસ્તુ પ્રત્યે પ્રીતિ Eઉત્પન્ન થતી તેને રસ કહેવાય છે. ભોજનમાં છ રસ બતાવ્યાં છે.
(૧) કડવો (૪) તીખો (૨) મીઠો (૫) કષાયેલો (૩) ખાટો (૬) ખારો આ રસોના સંયોગથી ભોજન સ્વાદિષ્ટ બને છે. જીભને પ્રિય લાગે છે. ખાવાથી મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. આ ભોજન સ્વાદિષ્ટ હોવાથી માણસને ભૂખ લાગી હોય એનાથી પણ વધારે ખવાઈ જાય છે. રસ માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – છે. પાયે રસ દ્વિત્તિરી નરાળ ! (ઉત્તરાધ્યયન સૂત્ર - ૮/૧૧)