________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
વધી ગઈ. ચટણી જોઈએ, અથાણાં જોઈએ, સલાડ જોઈએ, નવી નવી વસ્તુઓ નીકળતી જાય અને માંગ વધતી જાય. આ વૃત્તિ બેઠી હોય તો વૃત્તિ વૃત્તિસંક્ષેપ તપ ન થાય.
अप्पकोहे, अप्पमाणे, अप्पमाए, अप्पलोहे, अप्पसहे, अप्पझंझे ।
છે માવો મોરિયા (ઉવવાઈ સૂત્ર તપ અધિકાર) ક્રોધ, માન, માયા અને લોભ અલ્પ કરવા, અલ્પ ભાષી બનવું, કલહ મંદ કરવો એ ભાવ ઉણોદરી છે. ભિક્ષાચરી તપઃ વૃત્તિસંક્ષેપ તપ
ભિક્ષાચરીનો અર્થ છે વિવિધ પ્રકારના અભિગ્રહ, નિયમ સંકલ્પ આદિ કરીને આહારની ગવેષણા કરવી. ભિક્ષાનો સીધો અર્થ થાય છે યાચના, માંગવું.
ભિખારી પણ ભીખ માંગે છે છતાં ભિક્ષાચારી નથી. કારણ કે ભિક્ષાચારીનો તેમાં ભાવ નથી, એની પાસે રહેલી દરીદ્રતાનાં કારણો ભીખ માંગે છે. સૂયગડાંગસૂત્રમાં કહ્યું છે કે.. | મીવિત્તિ વિ રેડ્ડ પર્વ | (સૂર્યગડાંગ સૂત્ર - ૧-૧૦-૬)
જે દીનતાપૂર્વક ભીખ માંગે છે તે પણ પાપ કરે છે. જ્યારે મુનિ તો સંયમ અને તપને માટે ભિક્ષાચરી કરે છે. ભિક્ષાના પ્રકાર : આચાર્ય હરિભદ્રજીએ ભિક્ષાનાં ત્રણ પ્રકાર બતાવ્યા છે.
सर्वसम्पत्करी चैका पौरुषदनी तथापरा ।
વૃત્તિમક્ષા તત્ત્વઐરિતી ક્ષિા તિદ્વિત્તા | (અષ્ટક પ્રકરણ ૫-૧) ભિક્ષાનાં ત્રણ પ્રકાર છે. દીનવૃત્તિ, પૌરુષદની અને સર્વસમ્પત્કરી.
દીનવૃત્તિ ઃ જે અનાથ, અપંગ, આપત્તિગ્રસ્ત દરિદ્રવ્યક્તિ માંગે ને ખાય છે. તે દીનવૃત્તિ ભિક્ષા કહેવાય છે.
પૌરુષદની : જે પરિશ્રમ કરવામાં સમર્થ છે. શરીર પણ સ્વસ્થ છે પણ કામચોર રહેલા છે. કમાવવાની શક્તિ હોવા છતાં પણ માંગીને પેટ ભરે છે. તેને પૌરુષદની ભિક્ષા કહેવાય છે.