________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
- યવમધ્ય પ્રતિમા - સુદ પાડવાના દિવસે પંદર કોળીયા ખાય પછી નિત્ય એક એક કોળીયો ઓછો કરતા અમાવાસ્યાનો ઉપવાસ કરે અને ફરી પડવાનો એક કોળીયો ખાય એમ વધતાં વધતાં પૂનમના દિવસે પંદર કોળીયા ખાય તેને યવમધ્ય પ્રતિમા કહે છે.
- સર્વતોભદ્ર - સર્વતો ભદ્ર પ્રતિમા તપના દિવસ ૩૯૨, પારણાંના દિવસ ૪૯ સર્વ મળી ૪૪૧ દિવસ તે તપ પૂર્ણ થતાં ૧૪ માસ ૨૧ દિવસ લાગે છે.
- મહાભદ્ર - મહાભદ્ર પ્રતિમા તપનાં દિવસ ૧૯૬ પારણાં ૪૯ સર્વ મળી ર૪૫ દિવસ આઠ માસ અને પાંચ દિવસે આ તપ પૂર્ણ થાય છે.
- ભદ્રપ્રતિમા – ભદ્ર પ્રતિમા તપના દિવસ ૭૫ પારણાં ૨૫ બધા મળી દિવસ ૧૦૦ એ તપ ૩ માસ અને ૧૦ દિવસે પૂર્ણ થાય છે.
ગુણરત્ન સંવત્સર તપ - સોળ માસનું એક તપ કે જેમાં પહેલે મહિને એકેક ઉપવાસ, બીજે મહિને બે, યાવત સોળમે માસે સોળ ઉપવાસ કરવા પડે છે. દિવસે ઉજ્જડ આસને સૂર્યની સન્મુખ અને રાત્રિએ વીર આસને વસ્ત્ર રહિત બેસવાનું હોય છે. સોળ માસે આ તપ પૂર્ણ થાય છે.
- વર્ધમાનતપ - આયંબિલ કરી એક ઉપવાસ કરે, બે આયંબીલ કરી એક ઉપવાસ કરે, ત્રણ આયંબિલ કરી એક ઉપવાસ કરે એ પ્રમાણે ક્રમશઃ આયંબીલની વૃદ્ધિ કરે. મધ્યમાં એક એક ઉપવાસ કરે આ રીતે ૧૦૦ આયંબીલ કરી એક ઉપવાસ કરે તે આયંબીલ વર્ધમાન તપ કહેવાય છે. આ તપને કરવા માટે ૧૪ વર્ષ ત્રણ માસ અને ૧૦ દિવસ લાગે છે. થાવત્રુથિક અનશન :
યાવસ્કાળનો અર્થ છે જીવન પ્રર્યન્ત. જયારથી અનશન સ્વીકારવામાં આવ્યો ત્યારથી લઈને મૃત્યુ સુધી આહારઆદિનો ત્યાગ કરવો તે યાવત્રુથિક અનશન છે. સંલેખના :
અનશન કરતા પહેલા સંલેખના કરવામાં આવે છે. એટલે કે વિવિધ પ્રકારની તપશ્ચર્યા દરમિયાન શરીરને સાવ ક્ષીણ કરી દેવામાં આવે છે. ત્યારબાદ અનશન સ્વીકારવામાં આવે છે. તપસ્વી ધન્ના અણગારનું વર્ણન અનુત્તરવવાઈ સૂત્રમાં આવે છે. ધન્ના અણગારની કઠોર અને ઉગ્રતપસ્યા દ્વારા તેમનું શરીર અત્યન્ત કૃશ થઈ ગયું હતું. હરવા-ફરવામાં, બોલવામાં કષ્ટ પડતું હતું. ત્યારે ભગવાન પાસે આવી માવજીવન અનશનની સ્વીકૃતિ લે છે. આ પ્રકારે અનેક અણગારો તથા ગૃહસ્થોનું વર્ણન આવે છે. જયાં પહેલાં સંલેખના અને તેની સાથે અનશન સ્વીકારવાની ચર્ચા આવે છે.