________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
અભિગ્રહતષ, ચતુર્થભક્ત, પડિમાઓ (એક પડીમાથી લઈને ૧૨ પડીમા). લઘુસિંહ નિષ્ક્રીડિત તપ મહાસિંહ નિષ્ક્રિડીત તપ, મુક્તાવલી તપ, રત્નાવલી તપ, એકાવલી તપ, કનકાવલીતપ, ગુણરત્ન સંવત્સર તપ, આયંબીલ વર્ધમાન તપ, વર્ષીતપ, છમાસિકતપ, કલ્યાણક તપ, મહાવીરતપ, ચંદનબાળા તપ પરદેશી રાજા તપ, આદિ અનેક પ્રકારના બતાવવામાં આવ્યા છે. એનું ફળ ખુબ જ હોય છે. તેથી તપ તે જ પ્રશસ્ત અને પૂર્ણ ફળ આપવાવાળો હશે જે શુભ આત્મભાવથી કર્યો હશે. આ બધા ભેદ ઇતરિક તપમાં આવે છે.
ઇ–રિક તપનાં ૬ પ્રકાર જૈન દર્શન સ્વીકારે છે. (૧) શ્રેણીતપ (૨) પ્રતરતપ (૩) ધનતપ (૪) વર્ગતપ, (૫) વર્ષાવર્ગતપ અને (૬) પ્રકીર્ણ તપ. ચોથા ભક્ત ૧ ઉપવાસ, છઠ્ઠ ભક્ત બે ઉપવાસ, અઠ્ઠમ ભક્ત ત્રણ ઉપવાસ એમ ક્રમશઃ ચઢતાં ચઢતાં પક્ષ, માસ, બે માસ યાવત્ છ માસના ઉપવાસ રાખી તપશ્ચર્યા કરે તેને શ્રેણીતપ કહે છે.
- પ્રતરતપ - એક ઉપવાસ પછી છઠ્ઠ કરે અને ત્યારપછી અઠ્ઠમ પછી ચાર ઉપવાસ પછી છઠ્ઠ કરે ત્યારબાદ અઠ્ઠમ આ પ્રમાણે તપ કરે તેને પ્રતરતા કહે છે. એજ પ્રકારે ૬૪ ક્રમ થાય તો તેને ધનતપ કહે છે. ૬૪ને ૬૪થી ગુણતા જે આવે તે ક્રમ પ્રમાણે કરે તેને વર્ગતપ કહે છે. તેવી જ રીતે ૪૦૯૬ ને ૪૦૯થી ગુણતા ૧૬૭૭૭૨૧૬ અંક પ્રમાણે તપ કરે તે વર્ષાવર્ગ તપ છે.
- કનકાવલી - કનકાવલીની એક પરિપાટીમાં તપના દિવસ ૪૩૪ અને પારણઓનાં ૮૮ તેના માસ ૧૭, દિ. ૧૨ થાય છે. ચાર પરિપાટીના ૫ વર્ષ ૯ માસ ૧૮ દિવસ.
- રત્નાવલી – રત્નાવલીતપની એક પરિપાટીમાં તપનાં ૩૮૪ દિવસ અને પારણા ૮૮ તેનાં માસ પંદર અને ૨૨ દિવસ થાય છે.
- એકાવલી – એકાવલી તપની એક પરિપાટીનાં તપનાં દિવસ ૩૩૪, પારણા ૮૮ તેના માસ ૧૪, દિવસ ૨ થાય છે. ચાર પરિપાટીનાં ૪ વર્ષ ૮ માસ અને ૮ દિવસ લાગે છે.
- મુક્તાવલી - મુક્તાવલી તપની એક પરિપાટીનાં તપના દિવસ ૩૦૦ અને પારણાનાં દિવસ ૬૦ તેનું એક વર્ષ થાય છે. ચાર પરિપાટી ચાર વર્ષમાં પૂર્ણ થાય છે.
- બ્રહસિંહનિસ્ક્રીડીત - આ તપના દિવસ ૪૯૭, પારણા ૬૧ તેના મહિના ૧૮, દિવસ ૧૮ ચારેય શ્રેણી ૬ વર્ષ ૨ માસ ૧૨ દિવસ થાય છે.
- લઘુસિંહનિસ્ક્રીડીત - લઘુસિંહ ક્રીડા તપનાં દિવસ ૧૫૪, પારણા ૩૩, સર્વ મળીને માસ ૬, દિવસ ૭ ચાર શ્રેણીનાં ૨ વર્ષ ૨૮ દિવસ લાગે છે.
વજમધ્ય પ્રતિમા - સુદ એકમના દિવસે એક કોળીયો લે પછી નિત્ય એક એક કોળીયો વધતાં પૂનમના દિવસે પંદર કોળીયા થાય, વદ પડવાના દિવસે ૫૧૪ કોળીયા થાય એમ ઘટતા પૂર્ણિમાનો ઉપવાસ કરે તે વજમધ્ય પ્રતિમા.