________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
સાધારણ સારી તંદુરસ્તીવાળા માણસના મોંમાંથી નીકળતો શ્વાસ ગંધ મારતો ન હોય. મોમાંથી ખરાબ વાસ નીકળવા માંડે તો જાણવું કે તે દરદની નિશાની છે. અને તે પછી પણ બેદરકાર રહેવામાં આવે તો દરદ ઘણી ભયંકર હાલતમાં બહાર આવે.
દરદ એ શરીરના અવયવોના કામમાં થતી ખલેલ છે. કેટલાક પ્રસંગોએ દરદ એ નબળી જીવશક્તિ છે અથવા તે શરીરમાં રહેલી જીવનશક્તિનું ઘટવાપણું છે. શરીરના કાર્ય કરતા સાંચા-કામમાં કોઈક બગાડ થયો છે અને તે બગાડ કોઈ વખત કોઈ જાતના કીડા કે સૂક્ષ્મ જંતુથી ઉત્પન્ન થાય છે.
લોહીમાં કોઈક જંતું કે ઝેર ભળી જવાથી જ દરદ ઉત્પન્ન થાય છે. એટલે દરદ નામ અનેક હોવા છતાં, જુદી જુદી જાતના દરદ હોવા છતાં તેનું મુખ્ય કારણ એક જ છે. શરીરના જે જે અવયવો લોહી બનાવવાનું કાર્ય કરે છે, કે જેમાં ખરી જીવનશક્તિ રહેલી છે તેઓ દરદ થતાં, પોતાની ફરજ બરાબર બજાવી શકતા નથી. તેથી લોહીમાં જે કચરો ભેગો થયો હોય તેને બહાર કાઢી લોહી સાફ કરવું જોઈએ. તેને માટે ઉપવાસ કરીને અવયવોને તેનું હંમેશનું કામ કરતા અટકાવવા જોઈએ. એટલે કે દરદ એ ઉપવાસની જરૂરીયાત બતાવતી નિશાની છે.
આ પ્રમાણે તંદુરસ્તી માટે, આરોગ્ય માટે ઉપવાસની જરૂર છે. તે ખરૂં છે. પરંતુ આ જાતના ઉપવાસને ખરી રીતે લાંઘણ જ કહી શકાય કારણકે એ ઉપવાસમાં અન્ન ખાવું નહિ એટલું જ હોય છે. એટલે કે તંદુરસ્તી, આરોગ્ય કે રોગ માટેનો ઉપવાસ તે ફક્ત લાઘણ છે.
લાંઘણ અને ઉપવાસમાં ઘણો ફરક છે; ઉપવાસ ધર્મ માટે કરવાનો હોય છે. તેમાં ધર્મકરણીની અથવા ધર્મારાધનાની સગવડતા માટે આહાર ત્યાગ કરવામાં આવે છે. ઉપવાસ શબ્દમાં ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ એટલે ઉપવાસનો અર્થ આત્માની નજીક નિવાસ કરવો એમ થાય છે. આત્મા અને શરીર જુદાં છે, આત્માને આહાર કરવાનું હોતું નથી. તેથી ઉપવાસમાં આહારનો ત્યાગ હોય છે. આહારનો ત્યાગ કરવાથી માણસને ધર્મારાધનમાં અથવા આત્મરમણતામાં સ્થિર થવાની સગવડતા રહે છે. એટલે ઉપવાસમાં ધર્મકરણી કે ધર્મારાધન કરવામાં ન આવે તો તે ઉપવાસ નહિ પણ લાંઘણ કહેવાય.
ધર્મારાધના કરવામાં કષાયનો ત્યાગ કરવાનો હોય છે. એટલે ઉપવાસી જીવે ઉપાસના વખત દરમ્યાન કષાયનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને સમભાવમાં રહેવું જોઈએ. એમ કરવામાં આવે ત્યારે જ ખરો ઉપવાસ કર્યો કહેવાય.
અનશન બાહ્યતપ કરનારાઓએ ખાસ યાદ રાખવું કે આ તપ અનાહારી પદની (શુદ્ધાત્મ સ્વરૂપની) પ્રાપ્તિ માટે કરવાનું છે. મારે અનાહારી પદ મેળવવું છે માટે હું આ રીતે અનાહારીપણાનો અભ્યાસ કરું છું અને આ અભ્યાસથી મારા કર્મોની નિર્જરા થશે એટલે મારી આરાધના વધશે અને પરિણામે