________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
જયારે પેટમાં ભૂખ લાગે છે ત્યારે ભોજનની ઇચ્છા જાગૃત થાય છે. જ્યાં સુધી ભોજન ન મળે ત્યાં સુધી ભૂખ ના માર્યા તરફડતા હોય છે. હાથ-પગ શક્તિવગરના બની જાય છે. એટલા માટે ભૂખને સહન કરવી એ મોટી વેદના માનવામાં આવે છે.
જુદા સમા વેયUI નOિ .... ગૌતમ બુદ્ધે કહ્યું કે -
जिघच्छा परमारोगा ભૂખ જ સહુથી મોટો રોગ છે. પેટ જ્યાં સુધી ખાલી રહે છે ત્યાં સુધી કોઈ કામમાં ચેન પડતું નથી. જેમ તેલ વગર જ્યોત સ્થિર રહેતી નથી. પાણી વગર માછલી તરફડવા લાગે છે. તેમ ભોજન વિના મનુષ્ય પણ આકુળ-વ્યાકુળ બની જાય છે. માટે જ કહ્યું કે...
अनशन आश+ल्युट भक्षणभावे उपवासेच च उपवास पु. उप+वस् धत्र तपनोदनयेन मारभ्य
याभाष्ट काम भोजनम् उवास इतिख्यात अनाहारे કોષ અને ભાષા શાસ્ત્રથી સિદ્ધ થતા અર્થથી વિશેષતા સૂચક ધ્વનિ જૈન દર્શન માન્ય અર્થ અનશનમાંથી નીકળી શકે છે.
ધર્મ અને વિજ્ઞાન એવા તો વણાઈ ગયેલા છે કે તે એક બીજાથી પૃથક થઈ શકતાં જ નથી. જે ધર્મવિજ્ઞાનમાં અજર, અમર અને દીર્ધાયુ પૂર્વક આરોગ્ય પ્રાપ્તિના સંદેશા ગુંજ્યા છે. જે દર્શન શાસ્ત્રોની મૌલિક ગંભીર વિશ્વોપયોગી અને વિશ્વકલ્યાણ સાધક સાહિત્ય સામગ્રીની મુક્ત કંઠે પશ્ચિમની પ્રજા આજે પણ પ્રશંસા કરે છે, જે સાહિત્યમાં જીવન વિકાશ, સમાજ વિકાસ અને રાષ્ટ્ર વિકાસના અણમોલ સંદેશા ગુંથાયા છે. તેજ સાહિત્ય આજે એક સાંપ્રદાયિક વડાના બંધનમાં રૂંધાયેલું ગણાય છે. તે ખરેખર ક્ષોભનીય છે.
જૈન દર્શનના વ્રતનિયમોની એવી તો ગુંથણી છે કે જેના પાલનથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરોગ્ય સાધી શકાય છે. એવી સ્વાભાવિક જીવન ઘડતર રૂપ ક્રિયાકાંડની શૈલી પ્રત્યે આજે સમાજ ઉદાસીનતા સેવે છે. તે માનવ પ્રજાનું દુર્ભાગ્ય છે.
સાચા અર્થમાં તપ તેને જ ગમે કે જેને અણાહારી પદનો ખ્યાલ હોય.
અણાહારી અવસ્થા એ મારા આત્માનું સ્વરૂપ છે અને આહાર કરવો એ મારું વિરૂપ છે. માટે અણાહારી થવાની દિશામાં માટે પ્રયત્ન કરવો છે. એમના માટે પહેલું પગથિયું અણશન તપ છે. અણશન દ્વારા અણાહારી પદ તરફ પ્રયાણ થાય છે.
(૧૧)