________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
૨
સિદ્ધ થવા માટે નિષ્કપ ધ્યાનદશા પ્રાપ્ત કરવી પડે છે. અને તે દશા આપ્યંતર તપનો જ એક અંતિમ પ્રકાર છે અને એવી એક નિષ્કપ દશા પ્રાપ્ત કરવા માટે બાહ્યતપની આવશ્યકતા રહે છે. બાહ્યતપમાં સ્થિરતા પ્રાપ્ત કર્યા સિવાય આત્યંતરતપના અંતિમ ભેદને પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ક્રમ જ્ઞાની પુરુષોએ જોયો નથી.
જૈન ધર્મમાં ‘તપ’નો પ્રભાવ મોટો માન્યો છે. જો કે, આજકાલના જૈનો માત્ર બાહ્ય તપ એટલે અન્નત્યાગમાં જ ‘તપ’ની સમાપ્તિ માનતા દેખાય છે (એને તેનું પણ રહસ્ય સમજતા ન હોવાથી લાભને બદલે ઘણાઓ ગેરલાભ પણ મેળવે છે), તથાપિ જૈન શાસ્ત્રકારોએ તો બાહ્ય તપની ગણના કરવા છતાં એના કરતાં વિશેષ અગત્યતા આપ્યંતર તપને આપી છે.
આ ‘આત્યંતર તપ'માં અભ્યાસ, ધ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે. એ ત્રણે એવાં તત્ત્વો છે કે એમાં સામાન્ય માણસોની ચાંચ ડૂબી શકતી નથી, તેથી મનુષ્યોનો મોટો ભાગ ‘બાહ્ય તપ'માં જ સંતોષ માને છે. પણ એ સંતોષ ધીમે ધીમે એટલો વધતો ગયો કે ઉપવાસ જ ધર્મનું સર્વોપયોગી અંગ ગણાવા લાગ્યું.
“રોગોનું નીકંદન કરવા માટે સંખ્યાબંધ શોધકોએ અસંખ્ય દવાઓ શોધી કાઢી છે અને હજુ પણ દરરોજ કેટલીક નવીન શોધની દવાઓ પ્રસિદ્ધિમાં આવે છે પરંતુ રોગી અને રોગીની સંખ્યા તો વધતી જ જાય છે; ત્યારે વ્યાધિ થવાનું ખરૂં કારણ શું છે તે તરફ શોધકોનું ધ્યાન ખેંચાય એ સ્વાભાવિક છે.
યુરોપ અમેરિકાના કેટલાક શોધકોનો એવો મત છે કે સર્વ રોગનું કારણ સૂક્ષ્મ જંતુઓ છે અને તેવા જંતુઓને જો મારી નાખવામાં આવે તો થએલો રોગ નાબુદ થાય છે; જ્યારે પ્રતિપક્ષ એમ કહે છે કે રોગનું કારણ જંતુ નથી, પરંતુ જંતુઓ તો રોગજનક બીજનો નાશ કરનાર છે અને તે કાર્ય પૂર્ણ થયા પછી પોતાનો પ્રત્યાર્પણ કરે છે.
૧૦૭
કુદરતનો નિયમ એવો છે કે જ્યાં કહોવાણ હોય ત્યાં જ જંતુઓ પડે છે; એટલે રોગનું કારણ જંતુઓ નહિ પણ કહોવાણ અગર વિજાતીય દ્રવ્ય જ છે અને વિજાતીય દ્રવ્યને શરીરમાંથી કાઢી નાંખવામાં આવે તો પછી રોગ નિર્મૂળ થાય એ નિર્વિવાદ છે. પરંતુ શોધકો એટલેથી શાન્ત ન થતાં આગળ વધ્યા છે કે વિજાતીય દ્રવ્યને શરીરમાં સંચય થવાનું કારણ અયોગ્ય ખાનપાન અને અપથ્યાહાર જ છે.
જો અયોગ્ય ખાનપાન અને અપથ્યાહારનો ત્યાગ કરવામાં આવે તો પછી રોગ થવાનો સંભવ જ નથી. તેથી થએલ વ્યાધિને ઔષધિથી મટાડવો એ અધમ પક્ષ છે, તેના કરતાં કુદરતી ઉપચારથી વ્યાધિનું નિવારણ કરવું એ કુદરતી ચાલતી ક્રિયાને મદદ કરવા જેવું છે પરંતુ તેવા પણ કૃત્રિમ ઉપાયો કરવા કરતાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય, જે કારણથી રોગ થયો હોય તે કારણને દૂર કરવું એ જ છે.