________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
આશીર્વાદરૂપ છે. વિષયાસક્તિ તોડવા માટે ત્યાગ વ્રત નિયમથી ઇંદ્રિયો મનની ગમે ત્યાં જવાની છૂટને સ્વતંત્રતાને નાથવી પડે.
માણસના સુંવાળા મનને બાહ્યતપ અને ક્રિયાના કષ્ટ કરતાં સહેલી આરાધનાઓ વધુ ગમે છે, કેમ કે ખાવા-પીવા મળે, પરંતુ મનનો આત્મા સાથે સીધો સંબંધ નથી થતો પણ વાયા શરીર દ્વારા થાય છે. કાયા અસ્વસ્થ થઈ જાય તો આત્મામાં મન લાગતું નથી. એકાકારતા થઈ શક્તિ નથી માટે શરીરને સ્વસ્થ રાખવું જોઈએ એ સ્વસ્થ હશે સંયમિત હશે તો જ શરીરની, મનની, ઇન્દ્રિયોની ચળ નહિ આવે અને એ ચળને શાંત કરવા માટે જ તપની વાત બતાવી છે. એના માટે ૬ પ્રકારના બાહ્ય તપનો અભ્યાસ જરૂરી છે. જેવી રીતે....
(૧) “અનશન': અર્થાત્ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાનો અભ્યાસ હશે કે ભાવના હશે તો દિવસમાં વારંવાર ખાવાની ઇચ્છા નહિ થાય, નહિતર તો ભલો ૧૦ વાગે જમીને ઑફિસે ગયો, પરંતુ ત્યાં રકાબી ની ઇચ્છા થશે પણ આવા સમયે બાહ્ય તપના અભ્યાસથી ઇચ્છાઓને સંયમિત બની જશે.
(૨) “ઉણોદરી' : અર્થાત્ સાચો અભ્યાસ થયો હોય તો સારું સારું ખાવાનું મળ્યું છે, તો હજી જરાક વધારે ખાઈ લઉં, હજુ વધુ ખાઈ લઉં એવી ઇચ્છા જ નહિ થાય.
(૩) દ્રવ્યસંક્ષેપઃ આજે આખા દિવસમાં ૮, ૧૦ કે ૧૫ દ્રવ્યથી વધારે નહિ ખાવા? જો મર્યાદિત દ્રવ્યનો અભ્યાસ હશે તો ગમે તેટલા વધુ દ્રવ્ય નજરે ચડે પણ જીવ નહિ લલચાય.. ઇચ્છા જ નહિ થાય.
(૪) રસત્યાગ : રસત્યાગ એ અભ્યાસ હશે તો નવા નવા રસાસ્વાદથી મન લલચાશે નહિ, જોઈને કે વખાણ સાંભળીને પણ ઇચ્છા જ નહિ થાય.
(૫) કાયકલેશઃ ધર્મ ક્રિયાના કષ્ટ, ધર્મસેવાના કષ્ટ ઇત્યાદિને અનુભવ કરતા રહેવાય અને જાતને, શરીરને સુંવાળું રાખવાની હરામી વૃત્તિ અટકી જાય, ઇચ્છાઓ સિમિત બની જાય દા.ત., ઉપાશ્રય આવવું હોય તો ચાલીને આવી શકે છે, પણ પોતે શ્રીમંત હોવાથી ગાડીમાં આવે શરીરને જરા પણ કષ્ટ ન આપે એને જ્યારે સહન કરવાનું આવે ત્યારે હાયવોયનો પાર નથી રહેતો. * બાહ્ય તપના અભાવને લીધે –
(૧) અનશન તપનો અભાવ એટલે ભૂખ લાગે ખાવાનું કદી બંધ થશે જ નહિ. (૨) ઉણોદરી તપના અભાવે સવાયું ખાવાનું, અકરાતિયાંની જેમ ખાવું.