________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
દોષોને દૂર કરવા માટે ઉપવાસઆદિનો ઉપક્રમ છે અને સંયમ સાધનો હેતુ પ્રાણ ધારણ કરવા માટે આહાર ગ્રહણ કરવું આ જૈનસિદ્ધિનું સમ્મત સાધના સૂત્ર છે. શક્તિ પ્રમાણે ભક્તિ :
તપ કરવાની જેટલી શક્તિ હોય તેટલા પ્રમાણમાં જ કરો. તપ ખેંચી ને ક્યારેય કરી શકાતું નથી. ખેંચીને કરવા જાય તો ક્યારેક શાસન વગોવાઈ જાય છે. લોકોની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઊઠી જાય છે. પરિવારમાં આપત્તિ આવી જાય છે. ક્યારેક કર્મ તોડવાને બદલે કર્મ બંધનનું કારણ બની જાય છે. ધર્મધ્યાનના બદલે આર્તધ્યાનમાં પડી જવાય છે. માટે જ ભગવાન મહાવીર સ્વામીએ પણ કહ્યું છે કે.
बलं थामं च पेहाए सध्धामारुग्गमप्पणो ।
વેત નં ર વિનાય તહપાં નિન્ગ || (દશવૈકાલિક સૂત્ર - અ-૮, ગા.૩૫) પોતાના શરીરનું બળ, મનની દઢતા, શ્રદ્ધા, આરોગ્ય તથા ક્ષેત્રકાળ આદિનો પૂર્ણ વિચાર કરીને જ તપશ્ચર્યામાં લાગવું જોઈએ. પણ જો અતિરેક કરવા જઈએ તો ઉલમાંથી ચૂલમાં પડી જવાય છે. તપ કરતાં જો તાપ થતો હોય, સંતાપ, પરિતાપ વધતો હોય તો એનાથી સારું એ છે કે તપ ન કરવામાં આવે. આચાર્ય યશોવિજયજીએ જ્ઞાનસારપ્રસ્થમાં કહ્યું છે કે..
तदेव हि तपः कार्य दुर्ध्यानं यत्र नो भवेत् ।
વેન યોગ ન ટીયર્ને ક્ષયને નેન્દ્રિયળ ૨ | (જ્ઞાનસાર - તપાષ્ટક) તેવું જ તપ કરવું જોઈએ કે જેનાથી મનમાં દુધ્યાને ન હોય, યોગોને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયો ક્ષીણ ન થાય.
તપ વિવેક જ જૈનધર્મના તપની મર્યાદા છે. તપનું સંતુલિત દ્રષ્ટિકોણ છે. આવી રીતે સાધક શક્તિ અને રુચિ અનુસાર બાહ્યતપ અને આત્યંતર તપની આરાધના કરે છે. બાહ્યતપ- સ્વરૂપ :
એક ભાઈ કરિયાણાની દુકાને ગયા તમારે ત્યાં ઘઉનો લોટ છે ? હા. બદામ ? હા. ઘી ? હા. સાકર ? હા. તો મૂર્ખ ! આ ચાર ચીજ કરતા શીરો જ રાખને? આ વાત છે આજના સમાજની કારણ કે એની સમજ ઘટતી જાય છે.
દુકાનવાળાએ કહ્યું... રોટલીમાં લોટ દૂધમાં સાકર, શાકમાં બદામ, ખીચડીમાં ઘી, નાખ આપોઆપ શીરો થઈ જશે જે નુકશાન પણ નહિ કરે એટલે કે જ્યાં જેનુ કામ હોય એ જ કરવાનું નહિ તો પરિણામ