________________
તપશ્ચર્યા
સારા નહિ આવે. બાહ્યતપનું કામ હોય ત્યાં બાહ્યતપ અને આત્યંતર તપનું કામ હોય ત્યાં આત્યંતર
તપ -
પ્રકરણ ૨
આત્યંતર તપ રૂપ મીઠાઈ (શીરો) મંજૂર છે ને બાહ્યતપ ફરસાણકડિયો છે. મજૂર ભોગવાનું કામ કરે ને કડીયો બનાવવાનું કામ કરે. મીઠાઈમોં ભાંગે ને ફરસાણ પાછુ સ્વાદિષ્ટ બનાવે. મજૂર સાથે કડીયો જોઈએ.
આપ્યંતર તપ સીધુ જ ચાલે એટલી આપણી તૈયારી પણ નથી. બાહ્યતપ પહેલા જોઈશે એટલે કે બન્ને એકબીજાના પૂરક છે માટે શાસ્ત્રકારોએ બન્ને પ્રકારના તપ બતાવ્યા છે.
બાહ્ય તપ ખાસ કરીને અપ્રમત્ત દશા રાખવા માટે છે. જો શરીર પ્રમાદી હોય તો તેની પ્રવૃત્તિ પાપ તરફ ઢળતી હોય છે અને તેવી પરિસ્થિતિમાં શરીર તથા ઇન્દ્રિયો સાધકને બદલે બાધક થઈ પડે છે. જ્યારે શરીર અપ્રમત્ત અને સંયમી બને છે ત્યારે જ આત્મજિજ્ઞાસા જાગે છે અને ચિંતન, મનન, યોગાભ્યાસ, ધ્યાન વગેરે આત્મસાધનાના અંગોમાં પ્રવૃત્ત થઈ શકે છે.
તપશ્ચર્યામાં જ્ઞાન તથા ક્રિયા બંનેનો સમાવેશ થઈ જાય છે.
બાહ્ય તપ એ ઇંદ્રિય-અવિરતિ, રાગાદિ કષાયો, અશુભ યોગ ઇત્યાદિ આશ્રવોને અટકાવવા માટે અત્યંત જરૂરી છે. નહિતર માનેલા સ્વાધ્યાય ધ્યાન-જાપ કે જે ખરેખર દૂબળા હોય છે એનાથી કર્મક્ષય થોડો અને આ આશ્રવોથી કર્મની આવક જંગી રહેવાની.
બાહ્ય તપ પાપ અટકાવનારું મહાસાધન :
બાહ્ય તપ એ ઇન્દ્રિયોની અવિરતિના ઘોર પાપને અટકાવવાનુ એક મહાન સાધન છે.
અવિરતિ એટલે પાપની છૂટ એ બે પ્રકારે (૧) હિંસાદિ પાપોની અવિરતિ (૨) ઇંદ્રિયો અને મનની અવિરતિ. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજનની છૂટ અને પાંચ ઇંદ્રિયો તથા મનની છૂટ એમ અવિરતિના ૧૨ ભેદ છે. સાધકઆત્મા હોય તે અવશ્ય દ્રવ્યસંકોચ અને રસત્યાગના નિયમ-પ્રતિજ્ઞાના અભિગ્રહો કરે છે. તેનું ફળ શું ? આ ઇંદ્રિયો અને મનની છૂટ (અવિરતિ)નું ઘોર પાપ અટકે. જીવ સંસારમાં ભટકતો કેમ રહ્યો છે? તીવ્ર વિષયાસક્તિનાં કારણે ને ? એ આસક્તિ કેમ પોષાય છે ? ઇંદ્રિયો અને મનને ન્યાયી-અન્યાયી રીતે મળતા કોઈપણ વિષયમાં ભટકવાની છૂટ છે માટે. એ અવિરતિ છે. વિરતિ-વિરામ અંકુશ નથી. નાનાં નાનાં કે મોટા વિવિધ નિયમો અભિગ્રહોથી એ ઇંદ્રિયો અને મનની છૂટ ૫૨, અવિરતિ પર કાપ પડે છે માટે સ્વાભાવિક રીતે જ એટલા પ્રમાણમાં ઇંદ્રિય-મનના મનમાની અટકે છે. એનું ફળ એ છે કે સંસાર પર કાપ મુકાય, ભવભ્રમણ લંબાતું અટકે. આવા ભોગ-ઉપભોગના સંકોચનના નિયમ એ તો જીવન માટે મહાન
-
૧૦૪)