________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
ઉત્પત્તિ થઈ જાય છે પરંતુ ઉપવાસ કરવાથી જેવું ભોજન બંધ થયું ને નળીઓ પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવી જાય છે. લોહીમાંથી નકામુ પાણી નીકળી જાય છે. જેથી લોહી જાડુ બની જાય છે. આ કાર્ય ઉપવાસના કારણે કેટલાય દિવસ સુધી ચાલ્યા કરે છે. જેના ફળ સ્વરૂપે શરીર હળવુંફૂલ જેવું જણાય છે. નળીની દિવાલોમાં જે જૂનો કફ જમા પડ્યો હતો તે તેમાં ભળી જાય છે. જેનાથી લોહી જાડુ બની જાય છે. જાડુ લોહી જ્યારે સંકોચાયેલી નળીઓમાંથી નીકળવા લાગે છે. ત્યારે બેચેનીનો અનુભવ થાય છે. પરંતુ તરત જ આ ગંદકી પેશાબ વાટે નીકળી જાય છે અને ધીમે ધીમે પીડા દૂર થતી જાય છે. આ બધો કચરો દૂર થવાથી આધ્યાત્મિક શક્તિ મજબુત બની જાય છે. ઉપવાસમાં ફક્ત પાણી લેવામાં આવે છે ત્યારે શરીરમાંથી તે પ્રકારની ગંદકી નીકળે છે. જેનાથી સુખાકારી અને શાંતિનો અનુભવ થાય છે.
ઉપવાસમાં ક્યારેક શારીરિક કસોટી પણ થાય છે. જેને જોઈને લોકો ડરી જાય છે પરંતુ એ એમનું અજ્ઞાન છે. આ શારીરિક લક્ષણો તો એ વાતની સાક્ષી પૂરે છે કે શરીરમાં રહેલી ગંદકી નીકળી રહી છે. આ ગંદકીના નિકાલ માટેના લક્ષણો છે તે આ પ્રમાણે છે. ૧. વાયુ – ઉપવાસ આરંભ કરવાથી સાધારણ રીતે લોકોના પેટમાં વાયુનું પ્રમાણ વધી જાય છે અને
પેટ ફુલાઈ જાય છે કે કઠણ થઈ જાય છે. ક્યારેક સામાન્ય દુઃખાવો પણ થઈ જાય છે. કઠણ થઈ જાય છે. ક્યારેક સામાન્ય દુઃખાવો પણ થઈ આવે છે. એ સમયે આંતરડામાં ચોટેલો જૂનો મળ
છૂટો પડે અથવા શરીરમાંથી એનો નિકાલ થઈ જાય ત્યારે આવો અનુભવ થાય છે. ૨. તાવ – ઉપવાસ કરવાથી કેટલાકને તાવ આવી જાય છે પરંતુ આ ચિંતાનું કારણ નથી કારણકે
ઉપવાસના કારણે શારીરિક પ્રકૃતિમાં ફેરફાર થતા હોય છે. ૩. બેસ્વાદ – ઉપવાસમાં મોઢામાં લાળ જામી જાય છે. જીભ સુકાઈ જાય છે અને મોટું નરમ થઈ
જાય છે આ લક્ષણોનો અર્થ એ છે કે શારીરિક ગંદકી ઝડપથી બળી રહી છે અને બળ્યા પછી બચેલો ભાગ ગળા અને મોઢા વાટે બહાર નીકળી રહ્યો છે. આ સમયે જેવી સ્થિતિ મોઢાની રહે
છે બસ એવી જ સ્થિતિ આંતરડાની પણ રહે છે. ૪. પિત્ત – કેટલાક ઉપવાસ કરવાવાળાનો યકૃત (લીવર) ગંદકીથી મોટુ થઈ ગયેલું હોય અને
ભરાઈ ગયેલું હોય અથવા વધારે પિત્ત નીકળી આંતરડામાં આવી ગયું હોય અને ત્યાંથી નીકળીને
હોજરીમાં ચાલ્યું જાય છે. જેના કારણે બળતરા થવા લાગે છે અને દુર્ગધ પણ આવે છે. ૫. દુર્ગંધયુક્ત પરસેવો – લાંબા ઉપવાસના સમયે દુર્ગંધયુક્ત પરસેવો નીકળતો હોય છે ત્યારે પણ
ગભરાવવાની જરૂર નથી પણ તે એ વાતની સાબીતી છે કે ચામડી વાટે શરીરમાં એકત્ર થયેલું
ઝેર નીકળી રહ્યું છે. માનવ શરીરમાં ભોજન ત્રણ પ્રકારે કામ કરે છે (૧) શારીરિક મહેનતના સમયે જે કોષો (Cell)