________________
તપશ્ચર્યા
તેવું તપ “પૂર્વના અંતરાય કર્મના ઉદય અને અસાતાવેદનીય કર્મના ફળરૂપ છે” એમ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં કહ્યું છે.
પ્રકરણ ૧
તેથી નવીન ઇંદ્રિયના સુખની અભિલાષા રહિત, નિર્મળ આત્મદ્રવ્યના સાધકનું કાયકષ્ટનું આચરણ તપ કહેવાય છે.
‘પંચવસ્તુ’માં કહ્યું છે કે “ઉપવાસ આદિ તપ કરવામાં અસાતાવેદનીયની નિર્જરા થાય છે અને ભોજન કરવામાં સાતાની નિર્જરા થાય છે. એમ બન્નેની સમાનતા છે. તો ઉપવાસ આદિ કરવાનું શું પ્રયોજન છે ? તેનો ઉત્તર એ છે કે
-
ભોજન આદિમાં છ કાયની હિંસા થાય છે અને ઉપવાસમાં તેનો અભાવ હોવાથી અશુભ નવીન કર્મનો બંધ થતો નથી. તેથી સંવરપૂર્વક સકામ નિર્જરાનું કારણ હોવાથી ઉપવાસ આદિનું કરવું હિતકારક છે.
તથા આત્માને સાતાના ઉદયમાં સરાગપણાનું કારણ હોવાથી ઇષ્ટ સંયોગમાં એકતા, અનાદિ સહજ પરિણામને લીધે થાય છે અને આતાપના આદિ તપમાં કર્મના વિપાકમાં ઉપયોગ હોવાથી તેવા પ્રકારના પરિણમનથી અસંગભાવનું કારણ ત્યાગ જ સાધનનું મૂળ સિદ્ધ થાય છે.
તેમાં થોડા કાળની સાધના વડે સિદ્ધિને પ્રાપ્ત થયેલામાં ભરત રાજર્ષિ આદિનાં દૃષ્ટાંત છે. લાંબા કાળ સુધી સાધના કરનારાઓને સાતા વગેરે શુભ વિપાકના સંયોગમાં અવ્યાપકતા (અસંગ ભાવ)નો પરિણામ રહેતો નથી.
આત્મ પ્રદેશે લાગેલા કર્મોને તપાવવાથી પંડિતો તીવ્ર જ્ઞાનને જ તપ કહે છે. તે પાયશ્ચિત આદિ અંતરંગ તપ જ ઇષ્ટ છે અને અંતરંગ તપની વૃદ્ધિનું કારણ અનશન આદિ બાહ્ય તપ પણ ઇષ્ટ છે. દ્રવ્ય તપ પણ ભાવ તપનું કારણ હોવાથી ઇષ્ટ છે.
અજ્ઞાની જીવોની અનાદિ સંસાર પ્રવાહને અનુસરનારી પ્રવૃત્તિ તે સુખશીલપણું, ઇંદ્રિયોના સુખમાં મગ્નપણું કે વિષય સુખની અભિલાષા છે. સંસારની સન્મુખતા છોડીને સંસારથી પરાઙમુખ પ્રવૃત્તિ કરવી તે જ જ્ઞાની પુરુષોનું પરમ તપ કહ્યું છે. આત્મધર્મને અનુસરનારી અને સંસારથી પ્રતિકૂળ પ્રવૃત્તિ તપ કહેવાય છે. પ્રાયશ્ચિત આદિ ભાવ તપના પરિણામ તે સ્વરૂપમાં તન્મયતા છે અને તે તપથી જ સકળ કર્મનો ક્ષય થાય છે.
જેમ ધન ઉપાર્જન કરવાની વૃત્તિવાળાને ટાઢ તાપ વગેરેનું કષ્ટ દુઃસહ લાગતું નથી કારણ કે
८८