________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
૧.૮ ચેતનાકીય ઉત્ક્રાન્તિ સંદર્ભે
એક ભાઇ ભિખારી બાળકને કહે તારે મફતમાં વાળ કપાવવા છે ? બાળક કહે હા પેલો કહે ચાલ. હજામની દુકાને ગયા પહેલા પેલા ભાઈએ વાળ કપાવ્યા પછી કહે આ છોકરાના વાળ કાપ. હું હમણા જ આવું છું અને એ ભાઈ રફુચક્કર થઇ ગયા. થોડીવાર થઇ તો ય ન આવ્યા ત્યારે પેલો હજામ પુછે છે તારા બાપ ક્યાં ગયા ! હજી કેમ ન આવ્યા ? બાળક કહે એ મારા બાપ નથી. હજામ કહે તો તું કોણ છે ? બાળક હું તો ભિખારીનો દીકરો છું. તેઓ મને અંહિ મત વાળ કાપવા લઇ આવ્યા હતા.
બસ આવી દશા છે. આપણા મનની જે કર્મબંધ કરાવ્યે જ જાય છે અને જન્મ મરણની જંજીર લમણે જંકતો જાય છે. આમાંથી મુક્ત થવા માટે ક્રાંતિ જોશે તો જ ચેતનાકીય ઉત્તક્રાંતિ થશે જે કર્મ નિર્જરી કરાવશે ને મોક્ષના દરવાજા ખોલી નાખશે.
જૈન શાસ્ત્રકારોએ કર્મના બંધ અને અનુબંધ વર્ણવ્યા છે. મન-વચન અને કાયાના યોગોથી કર્મ બંધાય છે. એને કર્મનો બંધ કહેવામાં આવે છે અને આત્માના અધ્યવસાયની તે વખતની સ્થિતિ પ્રમાણે જે સંસ્કાર બંધાય છે તેને કર્મનો “અનુબંધ' કહેવાય છે.
કાર્મણ વર્ગણાના ધો આત્માની સાથે બંધાઈ જવા તેના કરતાંય તે આત્માની અંદર અધ્યાવસાની તીવ્રતાને કારણે કર્મોના ચીકણા સંસ્કાર પડી જવા, ફેલાઈ જવા તે પણ ખૂબ ગંભીર બાબત છે. બાંધેલા અશુભ કર્મોને છોડવા જેટલા ગંભીર બની જઈએ. એના કરતાય તે કર્મો બાંધતી વખતે આત્માની જે તીવ્રતા હતી તેના કારણે આત્મામાં જે ચીકણા સંસ્કાર ફેલાઈ ગયો હતો તેને તોડવા માટે વધુ ગંભીર બનવાની જરૂર છે.
જેમ કે ગ્લાસના પાણીમાં સાકરનો ટુકડો કોઈ નાખી દે તો પાંચેક મિનિટ પછી તે સાકર સાવ ઓગળી ગયેલી જોવા મળે છે. તે પાણીના ટીપામાં સર્વત્ર સાકરની મીઠાશ વ્યાપી ગઈ હોય છે. કર્મ બંધ કરતી વખતે તીવ્રતાના કારણે અધ્યવસાયના કારણે જીવના પ્રદેશ પ્રદેશમાં જે ચીકાસ સંસ્કાર વ્યાપી જાય છે તે ખૂબ જ ખતરનાક છે એ સંસ્કારને કાઢવા જ જોઈએ.
કર્મના બંધ અને અનુબંધને આપણે તોડવા જ પડશે અને તે તોડવા માટે જે કોઈ રસ્તો હોય તે મેળવવો જ પડશે. તેના વિના હવે ચાલી શકે તેમ જ નથી. કારણ કે મનુષ્ય જીવનમાં જ તેની વિચારણા કરવી શક્ય છે. માનવનું મસ્તિષ્ક જ આ વિચાર કરવાનું સામર્થ્ય ધરાવે છે. પશુઓની તો એ વિષમાં કોઈ તાકાત જ નથી, નરકના જીવોની તો એ બાબતમાં કોઈ દેન જ નથી અને દેવોના આત્માઓ વિચાર કરી શકે તો પણ તેને આચરણમાં તો મૂકી શકતા જ નથી. માનવપ્રાણી