________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
અઠ્ઠમનો તપ કરનાર, દેવતા અથવા ઇંદ્રના આસનને પણ ચલિત કરી તેને વશ કરે છે, અથવા તેની પ્રસન્નતા મેળવે છે. જ્યારે આજે ૮-૧૦-૧૫ કે માસ-બે માસના ઉપવાસ કરનાર પોતાના શરીરને, વૃત્તિઓને અથવા મનને પણ વશ કરી શકતા નથી, તેનું કારણ ? માત્ર અજ્ઞાનતા જ.
અઠ્ઠમની તપસ્યા કરનારનું હૃદય ઉપરોક્ત ચાર ગુણસંપન્ન તથા સ્થિર હતું, તેથી જ દેવતાની પ્રીતિને સંપાદન કરી શકતા હતા, જ્યારે આજે ઘણાખરા તો લોકોને દેખાડવા, વાહવાહ કહેવરાવવા, હું આઠ દસ ઉપવાસ કરીશ તો વરઘોડો ચડશે, મહોત્સવ થશે, લોકો પ્રશંસા કરશે, સાંજી ગવાશે, પ્રભાવના થશે, મંડપ બંધાશે, એવી ક્ષુદ્ર મનોવાસના મેળવવા એકબીજાની દેખાદેખીથી અને અજ્ઞાનપણે કરે છે. તેથી આત્મય થવાની કે દેવતા વશ કરવાની વાત તો દૂર રહી, પણ બિચારાઓને શરીર વશ કરવાની પણ શક્તિ હોતી નથી.”
શરીર વશ રાખવા બે ત્રણ નોકરોની જરૂર પડે છે અને ખાટલાવશ થઈ આળોટી આળોટી દિવસો કાઢવા પડે છે. ઉપવાસ કરનારને ખાવાના દિવસ કરતાં ઉપવાસના દિવસમાં નિવૃત્તિ તથા માનસિક બળ વિશેષ રહેવું જોઈએ. તેને સ્થાને આળોટીને દિવસો પૂરા કરવા પડે છે.
ઉપાશ્રયમાં વ્યાખ્યાન વખતે પાંચ પચીસ તપસ્વીઓ ગાદલાં પાથરી લાંબા થઈ પડ્યા હોય, કેટલાક હાંફતા હોય, કેટલાકને પંખાઓથી પવન નખાતા હોય, કેટલાકને પગ ચંપી થતી હોય અને કેટલાક તો હોઈ કરી ઊલટી કરતા હોય, આવી સ્થિતિની પ્રવૃત્તિ એ માંદાની હોસ્પીટલનો જ ચિતાર આપે છે.
તપસ્યાના પ્રભાવથી યોગની શુદ્ધિ તથા શક્તિ-બળ વિશેષ આવવું જોઈએ; તેને ઠેકાણે માનસિક અને શારીરિક શિથિલતાની વૃદ્ધિ થવાથી પથારીમાં સૂઈ, પગ ઘસી મહાકષ્ટ દિવસો પૂરા કરવામાં આવે છે.
આવી તપસ્યા કરનારાઓને એક મકાનમાં રાખી કોઈ પણ માણસને આવવા કે મળવા ન દીએ, એક નોકર પણ તેમની સેવામાં કામકાજ માટે ન રહે, લોકો તરફથી વાહવાહ કે ધન્ય છે, એવી પ્રશંસા સાંભળવાનું ન મળે તો હું નથી ધારતો કે તેઓ ત્રણ દિવસ ઉપર ચોથો દિવસ કહાડે ! અર્થાત્ માનના પોષણથી જ શરીરને ટકાવી દિવસો પૂર્ણ કરે છે.
જો માનનું પોષણ બંધ થાય તો ત્રીજે જ દિવસે મરણ થવાનો વખત આવે. આવી લાંઘણો કરનાર જૈનો, સંન્યાસી વગેરેની તપસ્યા જોઈ હસે છે અને તે મિથ્યાત્વી, અજ્ઞાની તપસ્વી છે' એમ કહે છે, પણ તે કહેનાર બિચારાને ભાન ક્યાં છે કે વિષય, કષાયાદિ દોષો દૂર થયા વિના, વૃત્તિઓનો જય કર્યા વિના અને આત્મસ્વરૂપમાં રમણતા કર્યા વિના તમારી તપસ્યા પણ મિથ્યાત્વ અજ્ઞાન જનિત