________________
તપશ્ચર્યા
સત્યેન તમ્યસ્તવસા દ્વેષ આત્મા । મુણ્ડકોપનિષદ)
ઔપનિષદિક પરમ્પરા એકબીજાના અર્થમાં પણ જૈન પરમ્પરાથી સામ્ય રાખતા કહે છે કે તપ દ્વારા કર્મરજ દૂર કરી મોક્ષને પ્રાપ્ત કરવામાં આવે છે. મુણ્ડકોપનિષદના બીજા મુણ્ડકનાં ૧૧માં શ્લોકમાં આ સંદર્ભમાં વિશેષરૂપથી કહ્યું છે કે
तपः श्रद्धेयैह्यु पवसन्त्यरण्ये शान्ता विद्वांसी मैक्ष्य चर्या चरन्तः ।
सूर्यद्वरेण ते विरजाः प्रायन्ति चत्रामृतस: पुरुषोह्यव्ययात्मा । (મુણ્ડકોપનિષદ ૨/૧૧)
જે શાન્ત વિદ્વાનજન વનમાં રહીને ભિક્ષાચર્યા કરતા થકા તપ અને શ્રદ્ધાનું સેવન કરે છે. તે વિરજ (કર્મરજ રહિત) થઈ સૂર્ય દ્વારા (ઉર્ધ્વમાર્ગથી) ત્યાં પહોંચી જાય છે. જ્યાં તે પુરુષ (આત્મા) અમર તેમજ અજર આત્માના રુપમાં નિવાસ કરે છે.
પ્રકરણ ૧
હિન્દુ વિચારણામાં જ્યાં તપને આધ્યાત્મિક શુદ્ધિ અથવા આત્મશુદ્ધિનું સાધન માન્યુ છે ત્યાં તેના દ્વારા થવાવાળી શરીર અને ઇન્દ્રિયની શુદ્ધિનું મહત્ત્વ પણ અંકિત કરવામાં આવ્યું છે. તેનો આધ્યાત્મિક જીવનની સાથે જ ભૌતિક જીવનનો પણ સંબંધ જોડવામાં આવ્યો છે અને જીવનના સામાન્ય ક્ષેત્રમાં તપનું શું પ્રયોજન છે તે સ્પષ્ટરૂપથી બતાવવામાં આવ્યું છે. મહર્ષિ પંતજલિ પણ કહે છે કે...
व्यायेन्द्रिय सिद्धिरशुद्धि क्षयातपसाः । 1 ।
તપથી અશુદ્ધિનો ક્ષય થવાથી શરીર અને ઇન્દ્રિયોની શુદ્ધિ (સિદ્ધિ) થાય છે.
બૌદ્ધ સાધનામાં તપનું પ્રયોજન –
બૌદ્ધ સાધનામાં તપનું પ્રયોજન પાપકારક અકુશલ ધર્મોને તપાવવું માનવામાં આવ્યું છે. આ સંદર્ભમાં બુદ્ધ અને નિગ્રન્થ ઉપાસક સિંહ સેનાપતિનો સંવાદ જોતાં ખ્યાલ આવશે. બુદ્ધ કહે છે કે સિંહ ! એક પર્યાય એવો છે જેનાથી સત્યવાદી મનુષ્ય મને તપસ્વી કહી શકે તેવો પર્યાય કયો છે ? “હે સિંહ હું કહું છું કે પાપકારક અકુશલધર્મોને તપાવવામાં આવે જેના પાપકારક અકુશળ ધર્મ ગળી જાય, નષ્ટ થઈ જાય, ફરી ઉત્પન્ન ન થાય તેને હું તપસ્વી કહું છું.” | 2 |
આ પ્રકારે બૌદ્ધ સાધના દ્વારા પણ જૈન સાધનાની જેમ તપને આત્માની કુશળ ચિત્તવૃત્તિઓ અથવા પાપ વાસનાઓનો ક્ષય કરવાના હેતુથી સ્વીકાર કરવામાં આવ્યો છે.
1. સાધનાત્મક યોગસૂત્ર ૪૩૭
2. બૌદ્ધલીલા સાર સંગ્રહ પૃ.૨૮૦-૨૮૧
૯૫