________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
જ છે.ઉપાધ્યાય મહારાજ જણાવે છે કે :
“દુર્બલ નગ્ન માસ ઉપવાસી, જોઈ માયા રંગ;
તો તે ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ.” માસક્ષમણને પારણે માસક્ષમણના ઉપવાસો કરી, પારણાને દિવસે કદાચ સુકાં પાંદડાં અથવા અડદના મુઠીભર બકુલા ખાઈને કરોડ વરસ સુધી તપસ્યા કરી, નગ્ન દિગંબરપણે જંગલમાં વિચરી શરીરને હાડપિંજર બનાવી દે; પણ જો તેના હૃદયમાં માયાનો અંશ રહી જાય તો તે અનંત ભવની વૃદ્ધિ કરે છે. બીજા પણ એક મહાત્મા લખે છે કે –
ક્રોધે ક્રોડ પુરવતણું, સંયમ ફળ જાય; ક્રોધ સહિત જે તપ કરે, તે તો લેખે ન થાય.
કડવાં ફળ છે ક્રોધનાં.” છેલાખો મણ ઘાસની ગંજીમાં અનિનો એક કણ પડવાથી બળી જાય છે. તેમ ક્રોડપૂર્વે સુધીનું ચારિત્ર તથા તપ ક્રોધના નિમિત્તથી નિષ્ફળ થાય છે અને સંસારની વૃદ્ધિ કરે છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે વિષય કષાયાદિ દોષોનો નાશ કર્યા વિના તથા વૃત્તિઓનો જય કર્યા વિના જૈન નામધારી હો કે સંન્યાસી નામધારી હો. પણ તેનું તપ સંસાર વૃદ્ધિનું જ કારણ થાય છે. કલ્યાણનું કારણ થતું નથી.
જે ગામે જવું છે તેનો રસ્તો જાણ્યા વિના માર્ગે ચાલતાં ભૂલો પડી રખડી મરે છે. તેમ તપસ્યાદિ સત્યવૃત્તિઓનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના સંસારમાં ભવભ્રમણ કરતાં રખડી મરે છે.
જૈન શાસ્ત્રમાં ફરમાન મુજબ મોક્ષ માર્ગના ચાર પ્રકારમાં તપ એ છેલ્લો પ્રકાર છે. પહેલી, બીજી તથા ત્રીજી ચોપડી ભણ્યા વિના ચોથી જાણી શકાતી નથી. ૧-૨-૩ના અંક શિખ્યા વિના ૪ નો અંક શીખી શકાતો નથી. ચાર ગાઉ ઉપર ગામ હોય ત્યાં જનાર પ્રથમના ત્રણ ગાઉ ચાલ્યા વિના ચોથો ગાઉ જઈ શકાતો નથી. તેમ પ્રથમની ત્રણ દશા મેળવ્યા વિના ચોથી તપ દશા મેળવી શકાય નહિ. શ્રીમાન ભગવાનું લખે છે :“सम्यग्ज्ञानदर्शनचारित्रतपांसि मोक्षमार्गः" મહાવીર દેવે મોક્ષના ચાર ઉત્કૃષ્ટ સાધનો કહ્યાં છે. સમ્યજ્ઞાન – દેહાધ્યાસ બુદ્ધિ તથા જગદાકાર વૃત્તિનો લય કરી આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર, તત્ત્વભાવનો આવિર્ભાવ.